________________
૩૫૨
ધર્મદેવગણિના શિષ્ય ધર્મચન્દ્રે મલયસુન્દરીકથોદ્ધારની રચના કરી છે. એક અજ્ઞાતકર્તૃક સંસ્કૃત મલયસુન્દરીચરિત્ર પણ ઉપલબ્ધ છે.
મદનરેખાચરિત આમાં મિથિલાના રાજા નમિ(પ્રત્યેકબુદ્ધ)ની માતા મદનરેખાનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મદનરેખા સુદર્શનપુરના રાજા મણિરથના અનુજ યુગબાહુની પત્ની છે. મણિરથ તેના ઉપર આસક્ત થાય છે અને તેને મેળવવા માટે પોતાના અનુજને મારી નાખે છે પરંતુ મણિરથ પણ સર્પદંશથી મરી જાય છે. મદનરેખા પોતાના શીલની રક્ષા માટે તથા ગર્ભસ્થ બાળકની રક્ષા માટે ભાગી નીકળે છે. રંભાગૃહમાં નિમનો જન્મ થાય છે પરંતુ સરોવરમાં વસ્ત્રપ્રક્ષાલન માટે જતી વખતે બાળકનું અપહરણ થાય છે. આ દુઃખની દશામાં એક વિદ્યાધર મદનરેખાના શીલને ખંડિત કરવા પ્રયત્ન કરે છે પરંતુ તે ચતુરાઈથી બચી જાય છે અને સુવ્રતા નામની સાધ્વી બની જાય છે. મિથિલાના રાજા પદ્મરથ બાળકનું પાલનપોષણ કરે છે. શિક્ષણ અને વિદ્યાઓ પામી તે રાજા બને છે. મદનરેખાનો મોટો પુત્ર તથા સુદર્શનપુરનો અધીશ ચન્દ્રયશ અને મિથિલાનો રાજા નિમ તે બન્ને વચ્ચે થનાર યુદ્ધને સુવ્રતાએ તે બન્ને સહોદર છે એની યાદ અપાવીને રોક્યું હતું.
—
જૈન કાવ્યસાહિત્ય
૧
આ ચરિત્ર પ્રત્યેકબુદ્ધકથાઓમાં નમિચરિત્રની સાથે આલેખાયું છે પરંતુ પછી તેની રોચકતાને કારણે તેના ઉપર અનેક સ્વતન્ત્ર રચનાઓ થઈ છે. સંસ્કૃત ગદ્યમાં એક અજ્ઞાતકર્તૃક રચનાનો ઉલ્લેખ મળે છે. આ કથાનકને લઈને જિનભદ્રસૂરિએ (૧૨મી શતાબ્દી) મદનરેખાઆખ્યાયિકાચમ્પૂ નામનું ઉચ્ચ કોટિનું કાવ્ય રચ્યું છે. તેનું વર્ણન અમે ચમ્પકાવ્યોમાં આપીશું. શુભશીલગણિની ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં આ ચરિત્ર વિસ્તારથી આપવામાં આવ્યું છે. ગુજરાતીમાં સં. ૧૫૩૭માં મતિશેખરે (ઉપકેશગચ્છીય) આ ચરિત્રની રચના કરી છે.
૨
મદિરાવતીકથાનક
વર્ધમાનદેશના(શુભવર્ધનગણિ)માં શીલના માહાત્મ્ય ઉપર મિંદરાવતીની રોચક કથા આપી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક રચના મળે છે.
Jain Education International
-
૧. જિનરત્નકોશ, પૃ. ૩૩
૨. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી પ્રકાશિત ૩. જિનરત્નકોશ, પૃ. ૩૦૦; જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૪૬૯
૪. જિનરત્નકોશ, પૃ. ૩૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org