________________
કથાસાહિત્ય
૩૫૫
કરી છે. બુદ્ધિવિજય હીરવિજયસૂરિસત્તાનીય વિજયદાનસૂરિના પ્રશિષ્ય અને પં. જગન્મલ્લના શિષ્ય હતા. આ રચના તેમણે ત્યારે કરી હતી જ્યારે વિજયસેનસૂરિ પટ્ટધર હતા.
અન્ય રચનાઓમાં હેમચન્દ્ર, પદ્માસન, શીલવિજય, રત્નશખર અને પૂર્ણમલ્લકૃત સંસ્કૃતમાં નિબદ્ધ કૃતિઓ મળે છે.
ગુજરાતીમાં નિયવિજય અને ભક્તિવિજયની રચનાઓનો ઉલ્લેખ મળે છે.
માનતુંગ-માનવતીચરિત – આ લોકકથાને મૃષાવાદપરિહાર સાથે જોડવામાં આવી છે. આ કૃતિ મૂળમાં પંડિત મોહનવિજય દ્વારા સં. ૧૭૬૦માં વિરચિત માનતુંગ-માનવતરાગના આધારે રચાયેલી સંસ્કૃત રચના છે. આ કૃતિ નાના નાના આઠ સર્ગોમાં વિભક્ત છે. કથાવસ્તુ એટલી મનોહર છે કે આધુનિક ચિત્રપટ ઉપર પણ સરસ રીતે તેનો અભિનય રજૂ કરી શકાય.
કથાવસ્તુ - અવન્તીના એક શેઠની પુત્રી માનવતી પોતાની સખીઓ સમક્ષ વિનોદવશ પોતાના અભિમાની રવભાવનું વર્ણન કરે છે અને કહે છે કે પોતાના પતિને બધી રીતે પોતાના વશમાં રાખશે. આ વાત અવન્તીનો રાજા માનતુંગ સાંભળી જાય છે. તેના ગર્વને ઉતારવા માટે માનતુંગ તેની સાથે લગ્ન કરે છે અને પ્રથમ મિલન વખતે જ તેને દંડ દેવા માટે એક અલગ મહેલમાં બંધ કરી તેને રાખે છે અને પોતાની ગર્વોક્તિને સિદ્ધ કરવા માનવતીને તે કહે છે. માનવતી છાનીમાની પોતાના પિતાને કહી એક સુરંગ બનાવરાવી યોગિનીના વેશે તેમાંથી બહાર નીકળી જાય છે. માનવતી યોગિનીના વેશમાં રાજા માનતુંગ ઉપર જાદુ જેવું કરે છે. એક પ્રસંગે તે રાજા પાસે પોતાના પગ ધોવડાવે છે અને ચરણોદક પીવડાવે છે. તે યોગિની અપ્સરાનું રૂપ ધારણ કરી રાજા પાસે પોતાના ગર્વની બીજી શરતો પૂરી કરાવે છે. એક વખત રાજાના અન્ય લગ્નના પ્રસંગમાં માનવતી તેને છેતરી ગર્ભ ધારણ કરે છે અને ચિહ્ન તરીકે વીંટી, મોતીનો હાર વગેરે લઈ લે છે અને પોતાના એકાન્ત મહેલમાં આવી રહે છે. જ્યારે રાજાને ગર્ભ રહ્યો
૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૩; જૈન વિદ્યાભવન, કૃષ્ણનગર, લાહોર, ૧૯૪૧, અંગ્રેજી
અનુવાદ સહિત, સંપાદક મૂલરાજ જૈન. ૨. એજન, પૃ. ૧૨૩ અને ૨૩૫ ૩. એજન, પૃ. ૧૨૩ ૪. ગૂર્જર જૈન કવિઓ, ભાગ ૨, પૃ. ૪૩૬: ગ્રન્થ મેસર્સ એ.એ. એન્ડ કંપની, પાલીતાણાથી
પ્રકાશિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org