________________
કથાસાહિત્ય
૩૫૩
ગુણાવલીકથા – આમાં ગુણાવલીએ શીલરક્ષા માટે કરેલા પ્રયત્નોનું વર્ણન છે. તેની રચના જિનચન્દ્રસૂરિએ કરી છે. તે નાગપુરીય તપાગચ્છના સાગરચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિ સિદ્ધાન્તરનિકાવ્યાકરણ (સં.૧૮૫૦) પણ મળે છે.
શીલવતીકથા – કુમારપાલપ્રતિબોધમાં આવેલા અજિતસેન-શીલવતીના ચરિતને લઈને શીલવતીકથા અને શીલવતીચરિત્ર નામની કેટલીય રચનાઓ મળે છે.
કથાવસ્તુ – શીલવતીનો પતિ શ્રેષ્ઠિપુત્ર અજિતસેન, રાજા સાથે પરદેશ જવા તૈયાર થયો ત્યારે તેને પોતાની પત્નીની બહુ ચિન્તા થવા લાગી. શીલવતીએ પ્રતિજ્ઞા કરી વિશ્વાસ પેદા કર્યો કે તેનું શીલ ત્રિકાલમાં ભંગ નહિ થાય. પરંતુ ઘરમાં તેના સસરાને તેના ઉપર શંકા થઈ અને તે તેને રથમાં બેસાડી તેના પિયર તરફ રવાના થયો. માર્ગમાં શીલવતીએ પોતાની ચતુરાઈથી કેટલાંય અભુત કાર્યો કર્યા. તેથી તેના સસરા પ્રસન્ન થયા અને તેને આખા ઘરની માલિકણ બનાવી દીધી.
એક વાર રાજાએ પણ ક્રમશ: અશોક, રતિકલિ, લલિતાંગ, કામાકુર વગેરેને મોકલીને શીલવતીની પરીક્ષા કરી પરંતુ શીલવતીએ ચતુરાઈથી તે બધાને પૂરી દીધા. એક વાર રાજા તેના પતિ અજિતસેનની સાથે તેના ઘરે ભોજન કરવા આવ્યા. શીલવતીએ પેલી પૂરી દીધેલી વ્યક્તિઓ પાસે શીધ્ર ભોજન તૈયાર કરાવ્યું. પછી આખું રહસ્ય ખુલ્યું કે રાજાએ મોકલેલા પુરુષોની કેવી દુર્દશા થઈ હતી વગેરે.
આ કથાનકને લઈને સોમતિલકસૂરિએ શીલવતીકથા લખી. ચન્દ્રગચ્છના ઉદયપ્રભસૂરિએ ૯૮૮ ગ્રન્થાગ્રપ્રમાણ એક સંસ્કૃત રચના કરી છે, તેની પ્રાચીન પ્રતિ સં. ૧૪૦૦ની મળે છે. આ જ રીતે રુદ્રપલીય ગચ્છના આનન્દસુન્દરના શિષ્ય આજ્ઞાસુન્દરે સં.૧૫૬૨માં શીલવતીકથાની સંસ્કૃત રચના કરી છે.*
વિનયમંડનગણિ અને નેમિવિજયે ઉક્ત કથાનક ઉપર શીલવતીચરિત્ર નામની કૃતિઓ રચી છે.
શીલવતીકથા ઉપર અજ્ઞાતકર્તક બે પ્રાકૃત રચનાઓ પણ મળી છે."
૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૬ ૨-૬ જિનરત્નકોશ, પૃ. ૩૮૪-૮૫માં ઉપર્યુક્ત બધી કૃતિઓની નોંધ છે. તેમાંથી એક
પ્રકાશિત થઈ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org