________________
૩પ૬
જેને કાવ્યસાહિત્ય
હોવાની જાણ થાય છે ત્યારે તે અને તેની બીજી રાણીઓ ખૂબ ખિન્ન થાય છે. પછી રાજાને સમાચાર મળે છે કે તેને પુત્ર થયો છે. રાજા તેને દંડ દેવા જાય છે પણ પછી બધો ભેદ ખુલી જાય છે એટલે રાજા લજ્જિત થાય છે અને પોતાની પત્નીને અને પુત્રને મોટો ઉત્સવ કરી ઘરે લઈ આવે છે.
આ લોકકથાને ધાર્મિક કથાના રૂપમાં આ રીતે પરિવર્તિત કરી દીધી છે – માનવતીએ પૂર્વભવમાં જૂઠ બોલવાનું છોડી દીધું હતું એટલે આ જન્મમાં તેના ફળરૂપે તેને એવી શક્તિ મળી કે વિનોદમાં બોલેલાં પોતાનાં ગર્વિષ્ટ વચનોને પણ તે શક્તિથી તે પૂરાં કરી શકી. * કર્તા અને રચનાકાલ – આ રચના પંન્યાસ તિલકવિજયગણિએ સં. ૧૯૩૯માં કરી છે. તેમની અન્ય રચનાઓ અને વિશેષ પરિચય અંગે કંઈ જાણી શકાયું નથી.
આરામશોભાકથા – આરામશોભાકથા લૌકિક કથાસાહિત્યની રોચક કથા છે પરંતુ સમ્યક્તનો મહિમા દર્શાવવા માટે તેને ધર્મકથાનું રૂપ આપવામાં આવ્યું
જૈન કથાઓમાં તે આપણને હરિભદ્રકૃત સમ્યક્તસપ્તતિકા ઉપર સંઘતિલકસૂરિએ રચેલા તત્ત્વકૌમુદી નામના વિવરણ(વિ.સં.૧૪૨૨)માં મળે છે.
સ્વતંત્ર રચનાના રૂપમાં સં. ૧૫૩૭માં જિનહર્ષસૂરિએ સંસ્કૃત છંદોમાં પ00 ગ્રન્યાગ્રપ્રમાણ આરામશોભાકથાની રચના કરી છે. જિનહર્ષસૂરિ ખરતરગચ્છીય પિપ્પલકશાખાના જિનચન્દ્રસૂરિના શિષ્ય હતા.
બીજી સ્વતંત્ર રચના ૪૨૦ પ્રથાગ્રપ્રમાણ આ જ જિનચન્દ્રસૂરિના શિષ્ય મલયહંસગણિએ (૧૬મી સદી) કરી છે. આ કથાનક ઉપર કેટલીક અજ્ઞાતકફૂંક રચનાઓ પણ મળે છે.
અનંગસુન્દરીકથા – આમાં ઉજજૈનના રાજા જયસેનની રાણી અને કુમાર કેશીની માતા અનંગસુન્દરીની કથા ૩૦૦ શ્લોકોમાં આલેખવામાં આવી છે." કર્તાનું નામ અજ્ઞાત છે.
૧. ત્રિપ્રેમૂર્યચ્ચે વૈમીચે મુવ (૧૯૩૨)
रचयामास पंन्यासो गणीन्द्रस्तिलकाभिधः ।। ૨-૪.જિનરત્નકોશ, પૃ. ૩૩ ૫. એજન, પૃ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org