________________
૩૫૦
જૈન કાવ્યસાહિત્ય
પ્રથિત છે. તેના આધારે તેમણે પોતાની કૃતિ રચી છે. આ દેવચન્દ્રસૂરિ સુપ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના ગુરુ હતા.
બીજી રચનાના કર્તા મહેન્દ્રસૂરિ છે. તેમાં ૧૧૧૭ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે કેટલોય ગદ્યભાગ આવે છે. તેથી તેના પ્રખ્યાઝ ૧૭૫૦ શ્લોકપ્રમાણ છે. મહેન્દ્રસૂરિએ લખ્યું છે કે તેમણે આ મૂલકથા શાન્તિસૂરિ નામના આચાર્યના મુખે સાંભળી હતી. સાહિત્યિક કૃતિ તરીકે મહેન્દ્રસૂરિવાળી કથાનો મુલાધાર દેવચન્દ્રસૂરિની ઉપર્યુક્ત રચના હોવાનો સંભવ છે. તેની રચના - ૧૮૭માં થઈ હતી. મહેન્દ્રસૂરિની ગુરુપરંપરા અને અન્ય રચનાઓ વિશે પાપ માહિતી મળી નથી.
મહેન્દ્રસૂરિની રચના બહુ સરળ, પ્રાસાદિક અને સુબોધાત્મક છે. કથાની ઘટના આબાલવૃદ્ધ સૌને રચે અને આકર્ષે એવી સરસ રીતે તે કહેવામાં આવી છે. વચ્ચે વચ્ચે લોકોક્તિઓ અને સુભાષિતોની છટા પણ જોવા મળે છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે આ રચના સુંદર છે. મહેન્દ્રસૂરિએ આ રચના પોતાના શિષ્યની વિનંતીથી કરી છે. તેની પ્રથમ પ્રતિ તેમના શિષ્ય શીલચન્દ્રગણિએ તૈયાર કરી હતી. - કેટલીક અજ્ઞાતકર્તક નર્મદાસુન્દરીકથાઓ પણ મળી છે. એકમાં ૨૪૯ ગાથાઓ છે. એક અજ્ઞાતકર્તૃક રચના પ્રકાશિત પણ થઈ છે.
મનોરમાચરિત – મનોરમાની કથા જિનેશ્વરસૂરિકૃત કહાણયકોસ (સં.૧૧૦૮)માં આપવામાં આવી છે. તેમાં દર્શાવ્યું છે કે શ્રાવસ્તીનો રાજા કોઈ નગરના વેપારીની પત્નીને પોતાની રાણી બનાવવા ઈચ્છતો હતો. તે સફળ પણ થઈ જાય છે પરંતુ છેવટે દેવતાઓ મનોરમાના શીલની રક્ષા કરે છે.
આ કથાને સ્વતંત્ર વિશાલ પ્રાકૃત રચનાના રૂપમાં સર્જવામાં આવી છે, તેનું પરિમાણ ૧૫૦૦૦ ગાથાઓ છે. આ કૃતિની રચના નવાંગી ટીકાકાર અભયદેવના શિષ્ય વર્ધમાનાચાર્ય સં. ૧૧૪૦માં કરી છે. વર્ધમાનાચાર્યની અન્ય કૃતિઓમાં આદિનાહચરિય (સં.૧૧૬૦) અને ધર્મરત્નકરંડકવૃત્તિ (સં.૧૧૭૨) મળે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૫; સિંઘી જૈન ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૨૦૧૬ ૨. એજન; હંસવિજય ફ્રી લાયબ્રેરી, અમદાવાદ, ૧૯૧૯ ૩. એજન, પૃ. ૩૦૧; જૈન ગ્રન્થાવલિ (શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ), પૃ. ૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org