________________
જૈન કાવ્યસાહિત્ય
રત્નદ્વીપ લઈ જઈ ત્યાં સંતાડી રાખી. ત્યાં સુરસુન્દરી આપઘાત કરવા માટે વિષફળ ખાઈ લે છે. દૈવયોગે આ અરસામાં તેનો સાચો પ્રેમી મકરકેતુ ત્યાં આવી ચડે છે અને તેનું રક્ષણ કરે છે અને ત્યાંથી જઈને તે શત્રુંજય રાજાનો નાશ કરે છે. પરંતુ અહીં સુરસુન્દરીનો કોઈ પૂર્વવૈરી વેતાલ સુરસુન્દરીને ઉપાડી જાય છે અને તેને હસ્તિનાપુરના ઉદ્યાનમાં પાડી દે છે. ત્યાંના રાજા તેને રક્ષણ આપે છે અને દાસી દ્વારા બધી વાત જાણી લે છે. આ બાજુ શત્રુંજયના વધ પછી મકરકેતુનું પણ અપહરણ થઈ જાય છે.
૩૪૮
મોટી મુશ્કેલીઓ અને વિવિધ ઘટનાઓ પછી સુરસુન્દરી અને મકરકેતુનું પુનર્મિલન થાય છે અને તે બન્નેના લગ્ન થાય છે. છેવટે સંસારસુખ ભોગવી બન્ને દીક્ષા લે છે અને તપસ્યા કરી મોક્ષપદ પામે છે.
આ કથાની નાયિકાનું નામ સુરસુન્દરી અને તેનું વૃત્તાન્ત વાસ્તવમાં ૧૧મા પરિચ્છેદથી આવવાનું શરૂ થાય છે. તેના પહેલાં મકરકેતુના માતાપિતા અમરકેતુ અને કમલાવતીનું તથા તે જ નગરના શેઠ ધનદત્તનું ઘટનાપૂર્ણ વૃત્તાન્ત અને કુશાગ્રપુરના શેઠની પુત્રી શ્રીદત્તા સાથે લગ્ન, આ બધા ઘટનાચક્રની વચ્ચે વિદ્યાધર ચિત્રવેગ અને કનકમાલા તથા ચિત્રગતિ અને પ્રિયસુન્દરીનાં પ્રેમાખ્યાનો વર્ણવાયાં
છે.
આ કથાના પ્રારંભમાં સજ્જનદુર્જનવર્ણન તથા પ્રસંગે પ્રસંગે મંત્ર, દૂત, રણપ્રયાણ, પર્વત, નગર, આશ્રમ, સંધ્યા, રાત્રિ, સૂર્યોદય, વિવાહ, વનવિહાર આદિનાં વર્ણનો કરવામાં આવ્યાં છે. અનેક અલંકારોનો પ્રયોગ પણ થયો છે. આખી કૃતિમાં આર્યાછંદનો વ્યવહાર થયો છે પરંતુ ક્યાંક ક્યાંક વર્ણનવિશેષમાં ભિન્ન ભિન્ન છંદોનો પણ વ્યવહાર થયો છે.
કર્તા અને રચનાકાલ આના પ્રણેતા ધનેશ્વરસૂરિ છે. તે જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. કૃતિના અન્તે ૧૩ ગાથાઓની પ્રશસ્તિમાં કર્તાનો પરિચય આપ્યો છે, રચનાનું સ્થાન જણાવ્યું છે અને રચનાના કાળનો પણ નિર્દેશ કર્યો છે. તે મુજબ આ કથાકાવ્ય ચડ્ડાવલ્લિપુરી (ચન્દ્રાવતી)માં સં. ૧૦૯૫ના ભાદરવાની કૃષ્ણ દ્વિતીયા ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રમાં રચવામાં આવ્યું હતું.૧ સંભવતઃ તેમના
-
१. तेसिं सीसवरो धणेसर मुनी एवं कहं पायउं ।
चावल पुरी ठिओ स गुरुणो आणाए पाढंतरा || कासी विक्कम वच्छरम्मि य गए बाणंक सुन्नोडुपे । मासे भद्दव गुरुम्मि कसिणे बीया धणिट्ठा दिने ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org