________________
કથાસાહિત્ય
૩૪૯
જ ગુરુ જિનેશ્વરસૂરિ ખરતરગચ્છના સંસ્થાપક હતા. આ કથા ઉપર નયસુન્દરકૃત સંસ્કૃત સુરસુન્દરીચરિત્રનો ઉલ્લેખ મળે છે.'
નર્મદાસુન્દરીકથા – આ કથામાં નર્મદા સુંદરી અનેક વિચિત્ર અને વિકટ પરિસ્થિતિઓમાં પડવા છતાં પોતાના સતીત્વનું રક્ષણ કેવી રીતે કરે છે તેનું અદ્ભુત આલેખન છે.
કથાવસ્તુ – નર્મદાસુન્દરીનું લગ્ન એક અજૈન પરંતુ લગ્ન પહેલાં જૈનધર્મ અંગીકાર કરનાર મહેશ્વરદત્ત વણિફ સાથે થાય છે. મહેશ્વરદત્ત નર્મદાસુન્દરીને સાથે લઈને ધન કમાવા માટે યવનદ્વીપ જાય છે પરંતુ તેને નર્મદાસુન્દરીના ચરિત્ર ઉપર શંકા જાય છે એટલે તેને કપટથી માર્ગમાં સૂતી છોડી ને જતો રહે છે. પછી અનેક કષ્ટો સહન કર્યા પછી નર્મદાસુન્દરી પોતાના કાકા વીરદાસને મળી જાય છે અને તેમની સાથે તે બબ્બર દેશ જાય છે. અહીંથી તેનો જીવનસંઘર્ષ ઉત્તરોત્તર વધતો જાય છે. બબ્બર દેશમાં હરિણી નામની વેશ્યાની દાસીઓ તેને ફોસલાવી ભગાડી જાય છે, વેશ્યા તેને પોતાના જેવું જીવન જીવવા ખૂબ દબાણ કરે છે, ધમકાવે છે પરંતુ નર્મદાસુન્દરી પોતાના શીલવ્રતમાં દઢ રહે છે. પછી તે બીજી કરિણી નામની વેશ્યાના ચક્કરમાં ફસાય છે અને ત્યાંથી રાજા દ્વારા પકડીને બોલાવવામાં આવે છે પરંતુ રસ્તામાં તેણે ગાંડી હોવાનો અભિનય કર્યો એટલે તે બચી શકી. પછી જિનદાસ શ્રાવકની મદદથી તે પાછી પોતાના કાકા વીરદાસ પાસે પહોંચી શકે છે. છેવટે સંસારથી વિરક્ત થઈ તે સુહસ્તસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે.
નર્મદાસુન્દરીના કથાનકને લઈને કેટલાય કવિઓએ પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં કાવ્યો રચ્યાં છે. તેમાં દેવચન્દ્રસૂરિ અને મહેન્દ્રસૂરિકૃત પ્રાકૃત રચના પ્રકાશિત થઈ છે. અપભ્રંશમાં જિનપ્રભસૂરિની અને ગુજરાતીમાં મેરુસુન્દરની રચના પણ પ્રકાશમાં આવી છે.
પહેલી દેવચન્દ્રસૂરિની રચના ૨૫૦ ગાથા પ્રમાણ છે. તેમણે પોતાના પૂર્વગુર આચાર્ય પ્રદ્યુમ્નસૂરિરચિત “મૂલશુદ્ધિપ્રકરણ” નામની પ્રાકૃત કૃતિના ઉપર વિસ્તૃત ટીકા રચી હતી. તે ટીકામાં દૃષ્ટાન્તરૂપ અનેક પ્રાચીન કથાઓનું સંકલન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રસ્તુત નર્મદાસુન્દરીની કથા પ્રસંગવશ સંક્ષેપમાં લખી છે. આ રચના કથાગત મૂલવસ્તુના પરિજ્ઞાનમાં બહુ ઉપયોગી છે. દેવચન્દ્રસૂરિએ અન્ત ઉલ્લેખ કર્યો છે કે આ કથા મૂળ રૂપમાં વસુદેવહિડી નામના પ્રાચીન કથાગ્રન્થમાં ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭ ૨. એજન, પૃ. ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org