________________
જૈન કાવ્યસાહિત્ય
જિનરત્નસૂરિ સાથે હતા. જિનરત્નસૂરિએ સં, ૧૩૪૧માં લીલાવતીકથાસારની રચના કરી. આ રચના જાબાલિપત્તનમાં (જાલૌરમાં) થઈ હતી. આ રચનામાં પણ કવિએ પોતાના સહયોગી લક્ષ્મીતિલકણની સહાયતા લીધી છે. આ રચનામાં પ્રત્યેકબુદ્ધચરિતમાંથી પણ બહુ સામગ્રી લીધી છે. તેનું સંશોધન સૌમ્યમૂર્તિગણિ તથા જિનપ્રબોધયતિએ કર્યું છે.
ઉક્ત રચનાઓ ઉપરાંત કવિ કુંજરકૃત લીલાવતીકાવ્ય અને એક અજ્ઞાતકર્તૃક લીલાવતીકથાનો ઉલ્લેખ થયો છે.૪
૩૪૬
ઋષિદત્તાચરિત – આમાં ઋષિઅવસ્થામાં હરિષણ-પ્રીતિમતિથી જન્મેલી પુત્રી ઋષિદત્તા અને રાજકુમાર કનકરથનું કૌતુકતાપૂર્ણ ચરિત્ર વર્ણવાયું છે. કનકરથ એક અન્ય રાજકુમારી રુમિણી સાથે લગ્ન કરવા જતો હોય છે ત્યારે માર્ગમાં એક વનમાં ઋષિદત્તા સાથે લગ્ન કરી પાછો આવે છે. રુમિણી ઋષિદત્તાને એક યોગિનીની સહાયથી રાક્ષસીરૂપે કલંકિત કરે છે. તેને ફાંસીની સજા પણ થાય છે. પરંતુ ઋષિદત્તા પોતાના શીલના પ્રભાવથી બધી મુશ્કેલીઓ પાર કરે છે અને પોતાના પ્રિય સાથે સમાગમ કરે છે.
આ આકર્ષક કથાનકને લઈને સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલાં કેટલાંય કથાકાવ્યો મળે છે.
૫
આ કથા ઉપર સૌથી પ્રાચીન રચના પ્રાકૃતમાં છે, તેનું પરિમાણ ૧૫૫૦ ગ્રન્થાગ્ર છે. તેની રચના નાઈલકુલના ગુણપાલ મુનિએ કરી છે. કર્તાની અન્ય રચના ‘જમ્બુચરિય’ પણ મળે છે. ઈસિદત્તાચરિય (ઋષિદત્તાચરિત્ર)ની પ્રાચીન પ્રતિ સં. ૧૨૬૪ યા ૧૨૮૮ની મળે છે. તે ઉપરથી નિશ્ચિત છે કે કૃતિ તે પહેલાંની રચના છે. ગુણપાલ મુનિનો સમય પણ ૯-૧૦મી સદીની વચ્ચેનો અનુમાનથી નિશ્ચિત કરવામાં આવ્યો છે.
બીજી રચના ૧૧૯૪ સંસ્કૃત શ્લોકો ધરાવે છે. તેના ચાર સર્ગો છે. તેમાં
૧. ખરતરગચ્છબૃહદ્ગુર્વાવલિ, પૃ. ૪૯, ૫૨, ૫૬
૨. પ્રત્યેકબુદ્ધચરિત, સર્ગ ૩, શ્લોક ૧૮૨-૧૯૬; લીલાવતીકથાસાર, ૧. ૭૨-૮૭ ૩. લીલાવતીકથાસાર, પ્રશસ્તિ
૪. જિનરત્નકોશ, પૃ. ૩૩૮ ૫-૬.એજન, પૃ. ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org