________________
૩૩૬
શ્રાવિકાને પોતાની જીવનકથા કહે છે – તે એક ધની વિણની સુન્દર પુત્રી હતી. એક દિવસ તે ઉપવનમાં ક્રીડા કરવા ગઈ તો તેણે હંસયુગલ જોયું. તેથી તે બેભાન થઈ પડી ગઈ કારણ કે તેને જાતિસ્મરણથી જાણવા મળ્યું કે તે પોતે પૂર્વભવમાં આ જ રીતે હંસયુગલ હતી. અને તેના પતિને એક શિકારીએ મારી નાખ્યો હતો. ત્યારે તેના પ્રેમને કારણે તે પણ તેની સાથે બળી મરી હતી.
જૈન કાવ્યસાહિત્ય
હવે તે પોતાના પૂર્વભવના પતિને શોધવા લાગી. તેણે એક સુંદર ચિત્રપટ બનાવ્યો. તેમાં હંસયુગલનું જીવનવૃત્તાંત ચિત્રિત હતું. તેની મદદથી તેણે અનેક વિયોગો, વિરહો પછી પોતાના પૂર્વભવના પતિને શોધી કાઢ્યો. તે બન્ને પોતાના માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ નાવમાં બેસી ભાગી નીકળ્યા અને ગન્ધર્વ વિધિથી લગ્ન કરી લીધા. પરદેશમાં ભટકતાં હતાં ત્યારે ચોરોએ તેમને પકડ્યા અને કાલી દેવીને બલિ ચડાવવા માટે લઈ ગયા પરંતુ ગમે તેમ કરી તે બચી ગયા. માતાપિતાએ તેમને શોધી તેમનું લગ્ન વિધિવત્ કરાવી દીધું.
એક વાર બન્ને પતિપત્ની વસંત ઋતુમાં વનવિહાર કરતા હતા. ત્યાં તેમને એક મુનિનો ઉપદેશ સાંભળવા મળ્યો. આ મુનિ તેમના પૂર્વભવમાં નરહંસને મારનાર શિકારી હતા. ઉપદેશ સાંભળી તે બન્ને એટલા તો પ્રભાવિત થયા કે તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો અને બન્નેએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. તે જ તરંગવતી હું સુવ્રતા આર્યા છું.
આ આત્મકથા ઉત્તમપુરુષમાં કહેવામાં આવી છે.
કર્તા અને રચનાકાલ આ તરંગલોલાના કર્તા વીરભદ્ર આચાર્યના શિષ્ય નેમિચન્દ્રગણિ છે. તેમણે મૂળ તરંગવતીકથાના સર્જન પછી લગભગ ૧૦૦૦ વર્ષે યશ નામના પોતાના શિષ્યના સ્વાધ્યાય માટે તરંગલોલાની રચના કરી. નેમિચન્દ્ર અનુસાર પાદલિપ્તે તરંગવતીની રચના દેશી ભાષામાં કરી હતી, તે અદ્ભુત રસસમ્પન્ન અને વિસ્તૃત હતી અને કેવળ વિદ્વદ્ભોગ્ય હતી. કર્તાના વિશે અન્ય
૧. નેમિચન્દ્રગણિએ પાદલિપ્તની તરંગવઈના વિશે નીચેની ગાથાઓ લખી છે : पालित्तएण रइया वित्थरओ तह य देसिवयणेहिं । नामेण तरंगवई कहा विचित्ता य विउला य ॥ नय सा कोई सुणेइ नो पुण पुच्छइ नेव य कहेइ । विसाण नवर जोगा इयरजणो तीए कि कुणउ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org