________________
કથાસાહિત્ય
આ કથાગ્રન્થ ઘટનાવૈચિત્ર્ય અને ઉપાખ્યાનોની પ્રચુરતામાં વસુદેવહિંડી જેવો છે. પોતાની પ્રૌઢ શૈલી અને અલંકારસમૃદ્ધિમાં સુબન્ધુની વાસવદત્તા અને બાણભટ્ટની કાદમ્બરીની તુલનામાં બરાબર ઊભો રહી શકે તેવો છે. આ કથાકૃતિ ઉપર હિરભદ્રની સમરાઈચ્ચકા અને ત્રિવિક્રમના નલચમ્પૂનો પ્રભાવ જણાય છે.
આ કથાગ્રન્થમાં બહુવિધ સાંસ્કૃતિક સામગ્રી વીખરાયેલી પડી છે. મઠોમાં રહેનાર વિદ્યાર્થીઓ અને વાણિજ્યવ્યાપાર માટે દૂર દૂર ભ્રમણ કરનાર વણિકોની બોલીઓનો આમાં સંગ્રહ છે. આમાં સમુદ્રયાત્રાનું વર્ણન છે, મઠોમાં આપવામાં આવતા શિક્ષણનું તેમજ શાસ્ત્રોનું વર્ણન છે, ૧૮ દેશી બોલીઓનો દેશોનાં નામ સાથે ઉલ્લેખ છે. ઉત્સવ, વિવાહ, પ્રહેલિકાઓ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
૩૪૧
ગ્રન્થના આદિમાં કર્તાએ પોતાના પૂર્વવર્તી અનેક કવિઓ અને આચાર્યોનો તેમની કૃતિઓ સાથે ઉલ્લેખ કર્યો છે.
-
ગ્રન્થકાર અને રચનાકાળ – આ કૃતિના કર્તાનું નામ દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ છે. કથાના અંતે કર્તાએ એક ૨૭ પદ્યોની પ્રશસ્તિ આપી છે. તેમાં ગુરુપરંપરા, રચનાસમય અને સ્થાનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તદનુસાર ઉત્તરાપથમાં ચન્દ્રભાગા નદીના કિનારે પવ્વઈયા નામની નગરીમાં તોરમાણ કે તો૨૨ાય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના ગુરુ ગુપ્તવંશીય આચાર્ય હરિગુપ્તના શિષ્ય મહાકવિ દેવગુપ્ત હતા. તેમના શિષ્ય શિવચન્દ્રગણિ મહત્તર ભિલ્લમાલના નિવાસી હતા, તેમના શિષ્ય યક્ષદત્ત હતા. તેમના ણાગ, બિંદ (વૃન્દ), મમ્મડ, દુર્ગા, અગ્નિશર્મા, બડેસર (વટેશ્વર) વગેરે અનેક શિષ્યો હતા, તેમણે દેવમન્દિરનું નિર્માણ કરાવી ગૂર્જર દેશને રમણીય બનાવ્યો હતો. આ શિષ્યોમાં એકનું નામ તત્ત્વાચાર્ય હતું. આ તત્ત્વાચાર્ય જ કુવલયમાલાના સર્જક ઉદ્યોતનસૂરિના ગુરુ હતા. ઉદ્યોતનસૂરિને વીરભદ્રસૂરિએ સિદ્ધાન્તનું અને હરિભદ્રસૂરિએ યુક્તિશાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું.
૧. કંડિકા ૪૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org