________________
૩૪૨
જૈન કાવ્યસાહિત્ય
આ કૃતિની રચના તેમણે જાબાલિપુર(જાલોર)ના ભગવાન ઋષભદેવના મંદિરમાં રહીને ચૈત્ર કૃષ્ણા ચતુર્દશીના અપરાહ્નમાં, જ્યારે શક સંવત ૭૦૦ના સમાપ્ત થવામાં એક જ દિવસ બાકી હતો ત્યારે, પૂરી કરી હતી. તે વખતે ત્યાં નરહસ્તિ શ્રીવત્સરાજ રાજય કરતા હતા. તે સમયે વિ.સં.૮૩૫ આવે છે અને ઈ.સ. ૭૭૯ની માર્ચ ૨૧ના દિને સમાપ્ત થયો સમજવો જોઈએ.'
કુવલયમાલાકથા – પરમાર નરેશો મુંજ, ભોજ વગેરે તથા ચૌલુક્ય રાજાઓ સિદ્ધરાજ, કુમારપાળ વગેરેના સમયમાં અપભ્રંશ અને પ્રાકૃત રચનાઓને સંસ્કૃતના રૂપમાં મૂકવાના કે વિશાળ સંસ્કૃત કૃતિઓને સારરૂપમાં મૂકવાના પ્રયત્નો થયા છે. કુવલયમાલાકથા પણ તે પ્રયત્નોમાંનો એક છે. આને કુવલયમાલાકથાસંક્ષેપ
१. तस्सुज्जोयणणामो तणओ अह विरइया तेण । तङ्गमलंघं जिणभवणमणहरं सावयाउलं विसमं ।। जावालिउरं अट्ठावयं व अह अस्थि पुहईए । तुंगं धवलं मणहारिरयणपसरंत - धयवडाडोयं । उसभ जिणिदाययणं करावियं वीरभद्देण ।। तत्थ ठिएणं अह चोद्दसीए चेत्तस्स कण्हपक्खम्मि । गिम्मविया बोहिकरी भव्वाणं होउ सव्वाणं । परभड-भिउडी-भंगो पणईयणरोहिणीकलाचन्दो। सिरिवच्छरायणामो रणहत्थी पत्थिवो जइया ॥ को किर वच्चइ तीरं जिणवयण-महोयहिस्स दुत्तारं । थोयमइणा वि बद्धा एसा हिरिदेविवयणेण ।। सगकाले वोलीणे वरिसाण सएहिं सत्तहिं गएहिं । एगदिणेणूणेहिं रइया अवरण्हवेलाए । ण कइत्तणाहिमाणो ण कव्वबुद्धीए विरइया एसा ।
धम्मकह त्ति णिबद्दा मा दोसे काहिह इमीए । ૨. અમિતગતિએ પોતાની પૂર્વવર્તી કૃતિ ધર્મપરીક્ષાનું (અપભ્રંશ) તથા પંચસંગ્રહ અને
આરાધના (પ્રાકૃત)નું સંક્ષિપ્ત રૂપાન્તર સંસ્કૃતમાં આપ્યું છે, સમરાઈઐકહાનો સંક્ષેપ પ્રદ્યુમ્નસૂરિએ સમરાદિત્યસંક્ષેપ (સં.૧૩૨૫) કર્યો છે, તથા દેવચંદ્રના પ્રાકૃત શાન્તિનાથચરિત્રનું મુનિદેવે સંસ્કૃત (સં.૧૩૨૨) રૂપાન્તર કર્યું છે, અને દેવેન્દ્રસૂરિએ સિદ્ધર્ષિની ઉપમિતિભવપ્રપંચા-કથાનો સારોદ્ધાર (સં.૧૨૯૮) લખ્યો છે. ૩. સિંઘી જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત, સન્ ૧૯૭),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org