________________
કથાસાહિત્ય
પણ કહેવામાં આવે છે. આ ઉદ્યોતનસૂરિની વિશાળ પ્રાકૃત રચના કુવલયમાલાનું શૈલીપૂર્ણ સંસ્કૃત સંક્ષિપ્ત રૂપાન્તર છે. કુવલયમાલાને ૧૩૦૦૦ કે ૧૦૦૦૦ ગ્રન્થાગ્ર દર્શાવાઈ છે તો આ સંક્ષેપને ૩૮૦૪, ૩૮૯૪ કે ૩૯૯૫ ગ્રન્થાગ્ર માનવામાં આવ્યો છે. કુવલયમાલામાં કોઈ વિભાગ નથી જ્યારે આ સંક્ષેપ ચાર પ્રસ્તાવોમાં વિભાજિત છે. બીજો અને ચોથો પ્રસ્તાવ પ્રાયઃ સમાન વિસ્તારના છે જ્યારે પ્રથમ પ્રસ્તાવનો વિસ્તાર તેમનાથી અડધા જેટલો છે અને ત્રીજાનો વિસ્તાર તેમનાથી બમણા વિસ્તારથી થોડો ઓછો છે. કુવલયમાલાનાં મૂલ અને સંસ્કૃત બન્ને રૂપોમાં ગદ્ય અને પદ્ય સ્પષ્ટતઃ મિલિત છે. આ પ્રાંજલ અને વિદ્વત્તાપૂર્ણ શૈલીમાં રચાયેલું એક સંસ્કૃત ચમ્પૂ જ છે. તેમાં પ્રાકૃત રચનાનાં નગર, પ્રાકૃતિક દૃશ્ય, ઉપમાઓ અને ઉત્પ્રેક્ષાઓ વગેરેનાં લાંબાં વિવરણોને ઓછાં કરી નાખ્યાં છે પરંતુ કથાની એક પણ વાત છોડી નથી. પદ્યોનું સુંદર સંસ્કૃત રૂપાન્તર મનોહર છે. આ સંસ્કૃત રચના ભાષાપ્રવાહ વગેરેની દૃષ્ટિએ પ્રસાદપૂર્ણ રચના છે. જો કે આમાં ગૌણ પાત્રોનાં નામો અને પદોમાં વસ્તુઓછું અંતર છે પરંતુ પ્રસ્તુત સંક્ષેપના કર્તાએ મૂલ કુવલયમાલામાં ભ્રમ પેદા કરે તેવાં જેટલાં સ્થાનો છે તેમને સ્પષ્ટ કર્યાં છે. શત્રુંજય તીર્થના વિશે કેટલાંક પઘો જોડ્યાં છે, વગેરે.
કર્તા અને રચનાકાલ – આ સંક્ષેપના કર્તા પરમાનન્દસૂરિના શિષ્ય રત્નપ્રભાચાર્ય છે. આ સંક્ષેપનું સંશોધન તે સમયના પ્રસિદ્ધ સંશોધક પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું. તેથી રત્નપ્રભ પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન (૧૩મી સદીનો મધ્ય) છે.
નિર્વાણલીલાવતીકથા આ કથા સ્ત્રીપાત્રપ્રધાન નથી છતાં પણ આકર્ષણ કરવા માટે આ નામ પસંદ કરવામાં આવ્યું છે. કુવલયમાલાની જેમ જ આમાં પણ સંસારપરિભ્રમણનાં કારણો દર્શાવતી કથાઓ આપવામાં આવી છે. કુવલયમાલામાં જેમ ક્રોધ, માન, માયા, લોભ અને મોહથી ઘેરાયેલી વ્યક્તિઓને કથાનાં પાત્રો બનાવવામાં આવી છે તેવી જ રીતે નિર્વાણલીલાવતીમાં પાંચ દોષયુગલોને અર્થાત્ (૧) હિંસા-ક્રોધ, (૨) મૃષા-માન, (૩) સ્તેય-માયા, (૪) મૈથુન-મોહ અને (૫) પરિગ્રહ-લોભને તથા સ્પર્શન વગેરે પાંચ ઈન્દ્રિયોની ગુલામીને સંસારનું કારણ બતાવીને તેમનું ફળ ભોગવનારી વ્યક્તિઓની કથાઓ
૧. કુવલયમાલા, અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૯૪ ૨. એજન, પૃ. ૯૬
૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org