________________
૩૩૮
જેન કાવ્યસાહિત્ય
અને યથાશક્તિ મહાકાવ્યલક્ષણથી કાવ્યને વિભૂષિત કર્યું છે. તેમાં વસુદેવહિડી અને સમરાઈઐકહાની જેમ, કેળના થડના દળોની જેમ, એક કથામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી એમ નીકળતી જ ગઈ છે અને વટવૃક્ષની જેમ એક શાખામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ શાખાઓ ફૂટતી જ ગઈ છે, અને આ સિલસિલો ત્યાં સુધી સમાપ્ત નથી થતો જ્યાં સુધી મુખ્ય કથા સમાપ્ત નથી થતી.
રૂપરેખા – તેમાં કથાકારે દર્શાવ્યું છે કે આ દુખપૂર્ણ સંસારમાં ભ્રમણનું કારણ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ છે, અને તેમના પ્રભાવોનું દિગ્દર્શન પાંચ રૂપકો દ્વારા કથાત્મક રીતે કરવા માટે ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્તના પાંચ ભવોની રોચક કથા ગૂંથવામાં આવી છે. આ પાંચ ભવોમાં ત્રણ મનુષ્યભવ છે અને અત્તરાલના બે દેવભવ છે. પ્રથમ માનવભવમાં ચંડસોમ આદિ દીક્ષા લઈ સમાધિમરણ પામી દેવગતિમાં જાય છે અને પરસ્પર વચનબદ્ધ થાય છે કે જ્યાં પણ તેમનો આગળ પુનર્જન્મ થાય, એકબીજાને પ્રતિબદ્ધ કરશે. તે બધા અત્તરાલ દેવગતિમાંથી આવી બીજા માનવભવમાં ક્રમશઃ સિંહ (પશુ), કુવલયચન્દ્ર, કુવલયમાલા, સાગરદત્ત અને પૃથ્વીસાર નામના માનવો થયા. આ જન્મમાં તેમણે એકબીજાને પ્રતિબુદ્ધ કરવાનું કામ કર્યું, તેના પરિણામે અત્તરાલ દેવભવમાં ગયા, ત્યાંથી ભગવાન મહાવીરના સમયમાં ત્રીજા માનવભવમાં તેમણે ક્રમશઃ મણિરથકુમાર, સ્વયભૂદેવ, મહારથકુમાર, વજગુપ્ત અને કામગજેન્દ્રના રૂપે જન્મ ધર્યો. પછી ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને અન્તકૃત કેવલી બની બધા મુક્ત થયા.
લેખકે આ કથાનું નામ દ્વિતીય માનવભવના એક પાત્ર કુવલયમાલાના નામ ઉપર રાખી કથા પ્રત્યે વાચકોમાં કુતુહલ પેદા કરવાનું પ્રયોજન રાખ્યું છે. - કથાવસ્તુ – અયોધ્યા નગરીના રાજા દઢવર્માને પ્રિયંગુશ્યામા નામની રાણી હતી. દેવીની કૃપાથી તેમને એક પુત્ર થયો. તેનું નામ કુવલયચન્દ્ર રાખવામાં આવ્યું. મોટા થઈને તેણે બધી ક્રિયાઓ અને કલાઓમાં પારંગતતા પ્રાપ્ત કરી. કુમાર રાજા સાથે અશ્વક્રીડા માટે જઈ રહ્યો હતો ત્યારે તેનું અશ્વસહિત અપહરણ થઈ ગયું. આકાશમાર્ગે લઈ જવાતા કુમારને બચવાનો કોઈ ઉપાય ન જણાવાથી તેણે પોતે અશ્વના પેટમાં છરો માર્યો અને પરિણામે તે અશ્વ સાથે ભૂમિ ઉપર નીચે આવી પડ્યો. તે વખતે તેને કોઈ અવાજ એમ કહેતો સંભળાયો કે “કુમાર કુવલયચન્દ્ર, દક્ષિણ દિશામાં એક ગાઉ જેટલે દૂર જાવ, ત્યાં તમને કોઈ અપૂર્વ વસ્તુ જોવા મળશે.' કુમાર ત્યાં ગયો તો અટવીમાં તેણે સાગરદત્ત મુનિને જોયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org