________________
કથાસાહિત્ય
૩૨૩ .
અજ્ઞાતકર્તક રચનાઓમાં રૂપસેનકનકાવતીચરિત્ર, રૂપસેનકથા, રૂપસનપુરાણ નામના ગ્રંથો મળે છે.૧
જ્ઞાતકર્તક રચનાઓમાં તપાગચ્છીય હર્ષસાગરના પ્રશિષ્ય અને રાજસાગરના શિષ્ય રવિસાગરે સં. ૧૬૩૬માં રૂપસેનચરિત્ર લખ્યું છે.
બીજી કૃતિ સુધાભૂષણ અને વિશાલરાજના શિષ્ય જિનસૂરિએ સંસ્કૃત ગદ્યમાં નિર્માણ કરી છે. તેનો રચનાકાળ જ્ઞાત નથી.
ત્રીજી રચના કોઈ દિગંબર ધર્મદેવે લખી છે.
કિવિરાજકથા – આસનદાનના માહાભ્યને દર્શાવવા માટે કવિરાજકથાનું વિધાન થયું છે. આ કથા ઉપર સં. ૧૪૮૯માં કોઈ અજ્ઞાત કર્તાએ કૃતિની રચના કરી છે. દાનપ્રદીપ (સં.૧૪૯૯)ના છઠ્ઠા પ્રકાશમાં પણ આ કથા સમાવિષ્ટ છે.
વંકચૂલકથા – ઔપદેશિક કથાઓમાં દાન, શીલ, તપ, ભાવના વગેરેનું એકચિત્તે પાલન કરવાનો લાભ દર્શાવવા વંકચૂલનું દષ્ટાન્ત આપવામાં આવે છે. ઉક્ત કથા ઉપર પ્રાકૃત વક્કચૂડકહા નામની કૃતિનો ઉલ્લેખ મળે છે. તેના કર્તા કે તેનો રચનાકાલ જ્ઞાત નથી. ગુજરાતીમાં આના ઉપર કેટલાંય કાવ્યો રચાયાં છે.
તેજસારનૃપકથા – આમાં જિનપ્રતિમાને જિનસદશ માની આરાધના કરવાનું માહાભ્ય પ્રગટ કરવા માટે તેજસારનૃપની કથા આપવામાં આવી છે. તેના કર્તાનું નામ જ્ઞાત નથી.આ કથામાં દીપપૂજાનું વિશેષ માહાસ્ય દર્શાવ્યું છે. ગુજરાતીમાં કુશલલાભકૃત તેજસારરાસ (સં.૧૬૨૪) પણ મળે છે.
ગુણસાગરચરિત – પૃથ્વીચન્દ્ર નૃપના પૂર્વભવોના સહયોગી ગુણસાગર હતા. તેમનું ચરિત્ર પણ પૃથ્વીચન્દ્ર નૃપર્ષિની જેમ જ પાવન છે. દેવેન્દ્રસૂરિના શિષ્ય ધર્મકીર્તિએ “સંઘાચારવિધિ'માં ગુણસાગરની કથા આપી છે.
૧-૪.જિનરત્નકોશ, પૃ.૩૩૩ ૫. એજન, પૃ. ૬૮ ૬. એજન, પૃ. ૩૪૦ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૮૩, ૫૮૯ ૮. જિનરત્નકોશ, પૃ. ૧૬૧ ૯. ગૂર્જર જૈન કવિઓ, ભાગ ૧, પૃ. ૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org