________________
કથાસાહિત્ય
સુરસુન્દરનૃપકથા – રત્નશેખરસૂરિષ્કૃત શ્રાદ્ધવિધિની સ્વોપજ્ઞવૃત્તિમાં શ્રાવકના ગુણો દર્શાવવા માટે સુરસુન્દરનૃપ અને તેની પાંચ પત્નીઓની કથા આપી છે. તેના ઉપર સુરસુન્દરનૃપકથા (પ્રાકૃત) નામક અજ્ઞાતકર્તૃક રચનાનો ઉલ્લેખ મળે
છે.
નરસુન્દરનૃપકથા – હરિભદ્રકૃત ઉપદેશપદની ટીકામાં તીવ્ર ભક્તિના દૃષ્ટાન્ત તરીકે નરસુન્દરનૃપકથા કહેવામાં આવી છે. તેના ઉપર સ્વતન્ત્ર અજ્ઞાતકર્તૃક નરસુન્દરનૃપકથાનો ઉલ્લેખ મળે છે. તેના ઉપર બીજી રચના નરસંવાદસુન્દર મળે છે. તેના કર્તા રાજશેખરના શિષ્ય રત્નમંડનગણિને માનવામાં આવે છે. રત્નમંડન સંભવતઃ તે જ છે જેમની ભોજપ્રબંધ, ઉપદેશતરંગિણી, પૃથ્વીધરપ્રબંધ અને સુકૃતસાગર રચનાઓ મળે છે.
મેઘકુમારકથા – માનવૃત્તિના દુષ્પરિણામો દર્શાવવા માટે ઉપદેશવૃત્તિમાં મેઘકુમારની કથા આવી છે. તેને જ સ્વતંત્ર રચનાના રૂપમાં પ્રસ્તુત કૃતિમાં' રજૂ કરવામાં આવી છે. આ રચનામાં કર્તાનું નામ અજ્ઞાત છે.
સહસ્રમલ્લચૌરકથા જૈનધર્મની આરાધનાનું મહત્ત્વ બતાવવા માટે શુભવર્ધનગણિકૃત વર્ધમાનદેશના(પ્રાકૃત)માં ઉક્ત કથા આપવામાં આવી છે. તેના પર અજ્ઞાતકર્તૃક સહસ્રમલ્લચૌરકથા'નો ઉલ્લેખ મળે છે.
સાગરચન્દ્રકથા – સમ્યજ્ઞાનનું માહાત્મ્ય પ્રગટ કરવા માટે વર્ધમાનદેશનામાં સાગરચન્દ્ર શેઠની કથા આપવામાં આવી છે. તેને આધારે રચાયેલી અજ્ઞાતકર્તૃક કૃતિ પ્રાકૃતમાં મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી.
સાગરશ્રેષ્ઠિકથા – દેવદ્રવ્યગ્રહણનાં અને લોભનાં કુફળને દર્શાવવા માટે સાગર શેઠની કથા ઉપદેશપ્રાસાદમાં આપી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક સંસ્કૃત કથા મળે છે.૭
૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૬
૨. એજન, પૃ. ૨૦૫
૩. એજન, પૃ. ૨૦૫, ૪૦૬; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૯
૪. એજન, પૃ. ૩૧૩
૩૩૧
૫. એજન, પૃ. ૪૨૯
૬. એજન; ઉપદેશમાલા, ૧૮૧; ઉપદેશપ્રાસાદ ૧૩-૧૬૦માં પણ અન્ય પ્રસંગોમાં
સાગરચન્દ્રકથા આપવામાં આવી છે.
૭. જિનરત્નકોશ, પૃ. ૪૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org