________________
૩૨૮
જેન કાવ્યસાહિત્ય
આપવામાં આવી છે. તેને સંસ્કૃત છંદોમાં મથનસિંહકથાના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. કર્તા અને રચનાકાલ અજ્ઞાત છે.
વિદ્યાવિલાસનૃપકથા – ઉત્તરવર્તી મધ્યયુગમાં પુણ્યના પ્રભાવને દર્શાવવા માટે વિદ્યાવિલાસનૃપની કથા જૈન કવિઓને બહુ રોચક લાગી. તેના ઉપર સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક કૃતિઓ રચાઈ છે. સંસ્કૃતમાં ગદ્યાત્મક એક રચનાની હસ્તપ્રત સં. ૧૪૮૮ની મળી છે. બીજી ગદ્યાત્મક રચના મલયહંસની મળી છે. પરંતુ તેનો સમય જ્ઞાત નથી. ત્રીજી રચના પદ્યાત્મક દેવદત્તગણિની છે. અન્ય રચનાઓ અજ્ઞાતકર્તક છે. આ કથા સાથે સંબંધ ધરાવતી એક કૃતિ વિદ્યાવિલાસસૌભાગ્યસુન્દરકથાનક નામની પણ મળે છે પરંતુ તેના કર્તા જ્ઞાત નથી.
મંગલકલશકથા – દાનના મહત્ત્વને દર્શાવવા માટે મંગલકલશકુમારની કથા ઉપર અનેક કૃતિઓ રચાઈ છે. આ કથા ઉપદેશપ્રાસાદમાં પણ આવી છે.
આના ઉપર ઉદયધર્મગણિકૃત સં. ૧પ૨પની સંસ્કૃત રચના મળે છે. બીજી રચના હંસચન્દ્રના શિષ્ય(અજ્ઞાતનામા)ની છે. ત્રીજી ભાવચન્દ્રની છે. ગુજરાતીમાં તો આ વિષયની વીસ જેટલી રચનાઓ મળે છે. ૧૦
વિનયંધરચરિત – જિનમતમાં દઢ શ્રદ્ધાનું મહત્ત્વ દર્શાવવા માટે વિનયંધર નૃપની કથા હરિષણના બૃહત્કથાકોશમાં આવી છે. આ કથા ઉપર પ્રાકૃતમાં એક અજ્ઞાતકર્તક રચના૧૧ તથા શીલદેવસૂરિકૃત એક સંસ્કૃત ગદ્ય રચનાર મળે છે.
મસ્યોદરકથા – શાન્તિનાથચરિતમાં પુણ્ય(ધર્મ)નો મહિમા પ્રગટ કરવા માટે
૧. જિ-રત્નકોશ, પૃ. ૩૦૦ ૨-૬ એજન, પૃ. ૩૫૬ ૭. એજન, પૃ. ૨૯૯ ૮. એજન ૯. એજન; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪ ૧૦.જૈન ગૂર્જર કવિઓ, ત્રણે ભાગોની કૃતિઓની અનુક્રમણિકા જુઓ ૧૧-૧૨ જિનરત્નકોશ, પૃ. ૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org