________________
૩૨૬
જૈન કાવ્યસાહિત્ય
પુણ્યસારકથા યા પુણ્યધનચરિત – જિનરત્નકોશ અનુસાર આ બન્ને શીર્ષકો એક જ કૃતિનાં છે.' આ રચનાનું પરિમાણ ૧૩૧૧ શ્લોકપ્રમાણ છે. તેમાં જીવદયાનું માહાસ્ય દર્શાવ્યું છે. આ રચના શુભાશીલગણિની છે. તેમની ભરતેશ્વરબાહુબલિવૃત્તિ આદિ અનેક કૃતિઓ મળે છે.
પુણ્યસારકથા – સાધર્મિક વાત્સલ્યનું ફળ દર્શાવવા માટે શ્રેષ્ઠિપુત્ર પુણ્યસારની કથા કહેવામાં આવી છે.
આ કથા ઉપર રચાયેલી અનેક કૃતિઓ મળે છે.
પ્રથમ રચના જિનેશ્વરસૂરિના શિષ્ય વાચનાચાર્ય વિવેકસમુદ્રમણિની છે. આ રચના સં. ૧૩૩૪માં જેસલમેરમાં થઈ છે. તેમાં ૩૪૨ સંસ્કૃત શ્લોકો છે. આ કૃતિનું સંશોધન જિનપ્રબોધસૂરિએ કર્યું છે. વિવેકસમુદ્રની અન્ય રચના નરવર્મચરિત પણ મળે છે.
આ કથાને વિષય કરીને અજિતપ્રભસૂરિએ અને ભાવચન્દ્ર રચેલી સંસ્કૃત કૃતિઓ પણ મળે છે.
પુરન્દરનૃપકથા – નિરતિચારસંયમ તથા ઉગ્રશીલવ્રતના પાલનના દૃષ્ટાન્ત તરીકે પુરન્દર નૃપની કથા આપવામાં આવી છે. આ કથા ઉપર કેટલીય રચનાઓ થઈ છે.
એક કૃતિ દેવેન્દ્રસૂરિકૃત છે. તેનો રચનાકાલ જ્ઞાત નથી. બીજી છે ભાવદેવસૂરિના શિષ્ય બ્ર. માલદેવે રચેલી. સં. ૧૬૬૮માં રચાયેલી માલદેવની ગુજરાતી કૃતિ પણ મળે છે. એક અજ્ઞાતકર્તક પુરિન્દરનૃપચરિત્ર પ્રાકૃતમાં મળે છે. બ્ર. શ્રુતસાગરે પણ પુરન્દરવિધિકથોપાખ્યાન લખ્યું છે. ગુજરાતીમાં આ વિષયની કેટલીક રચનાઓ મળે છે.
સદયવત્સકુમારકથા – સત્પાત્રદાન અને અભયદાનનું માહાત્મ દર્શાવવા માટે સંસ્કૃત અને ગુજરાતીમાં ઉક્ત કુમાર ઉપર કેટલીય કથાઓ રચાઈ છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૨૫૧; નાનજીભાઈ પોપટચન્દ્ર દ્વારા મહાવીર જૈન સભા, ખંભાત
માટે સન્ ૧૯૧૯માં પ્રકાશિત ૨-૩. એજન, પૃ. ૨૫૧, ૨૫૨; આમાંથી પહેલી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર કાર્યવાહક,
સૂરતથી સં. ૨૦૦૧માં પ્રકાશિત તથા ભાવચન્દ્રકૃત હીરાલાલ હંસરાજ, જામનગરથી
સન્ ૧૯૨પમાં પ્રકાશિત ૪-૭.એજન, પૃ. ૨૫૨-૨૫૩ ૮. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૩૦૮-૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org