________________
૩૨૪
જૈન કાવ્યસાહિત્ય
આના ઉપર સ્વતંત્ર રચના પણ મળે છે. તેના કર્તા ખરતરગચ્છીય ક્ષમાકલ્યાણ ઉપાધ્યાય (૧૯મી સદીના ઉત્તરાર્ધ) છે. ૧
સુરપ્રિયમુનિકથાનક – પોતે કરેલાં કર્મોનું પ્રાયશ્ચિત્ત કરનાર સુરપ્રિયમુનિની કથાની સં. ૧૬પ૬માં તપાગચ્છીય વિજયસેનસૂરિના શિષ્ય કનકકુશલે સંસ્કૃત છંદોમાં રચના કરી છે. તેનો ગુજરાતી અનુવાદ મળે છે તથા ગુજરાતીમાં કેટલાય રાસ પણ મળે છે.
સુવ્રતત્રકષિકથાનક – સુવ્રતની કથા ઉપદેશપ્રાસાદમાં આવી છે. આ કથાનક ઉપર બે અજ્ઞાતકર્ત્તક લઘુ રચનાઓ મળે છે. બન્ને પ્રાકૃતમાં છે. પહેલી પ્રકાશિત કૃતિમાં ૧૫૭ ગાથા છે અને બીજી અપ્રકાશિત કૃતિમાં કેવળ ૫૯ ગાથા છે.
કનકરથકથા – ઉત્તમ પાત્રને ભોજનદાનનું માહાસ્ય દર્શાવવા કનકરથ શેઠની કથા કહેવામાં આવી છે. તેના ઉપર એક અજ્ઞાતકર્તક સંસ્કૃત રચના મળે છે, તેનો રચનાસંવત ૧૪૮૯ છે. એક અન્ય રચના કનકરથચરિત્રનો પણ ઉલ્લેખ મળે છે.
રણસિંહનૃપકથા - ધર્મદાસગણિની ઉપદેશમાલા ઉપર રત્નપ્રભસૂરિએ રચેલી દોઘટ્ટી’ ટીકામાં (સં.૧૨૩૮) એક રણસિંહની કથા આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે વિજયસેન રાજા અને વિજયા રાણીનો પુત્ર હતો. આ વિજયસેન દીક્ષા લઈ અવધિજ્ઞાની થયા અને તેમણે પોતાના સાંસારિક પુત્ર રણસિંહ માટે ઉવએસમાલાની રચના કરી. મનાય છે કે આ વિજયસેન જ ધર્મદાસગણિ હતા.
ઉક્ત રણસિંહ નૃપની કથા ઉપર એક પ્રાચીન અજ્ઞાતકર્તક કૃતિ મળે છે. અને બીજી કૃતિ ખરતરગચ્છીય સિદ્ધાન્તરુચિના શિષ્ય મુનિસોમે સં. ૧૫૪૦માં રચી છે.
૧. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, દ્વિતીય ખંડ, પૃ. ૨૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૭; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૭; ગુજરાતી અનુવાદ
– મુનિ પ્રતાપવિજયકૃત, મુક્તિ-કમલ-જૈન મોહનમાલા (૧૨), વડોદરા, સં. ૧૯૭૬ ૩. એજન, પૃ. ૪૪૭; વિજયદાનસૂરીશ્વર ગ્રન્થમાલા, સૂરત, સં. ૧૯૯૫ ૪-પ.એજન, પૃ. ૬૭ ૬. એજન, પૃ. ૩૨૬ ૭. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org