________________
કથાસાહિત્ય
-
ફૂલવાલકથા – ફૂલવાલની કથા આગમોમાં પ્રસિદ્ધ છે. ઉપદેશપ્રાસાદ તથા શીલોપદેશમાલામાં તેની કથા આવે છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક રચનાનો ઉલ્લેખ મળે છે.૧
-
પ્રિયંકરકથા – ઉપસર્ગહરસ્તોત્રના મહત્ત્વને વર્ણવવા માટે પ્રિયંકરનૃપની કથા કહેવામાં આવી છે. તેની રચના તપાગચ્છના વિશાલરાજના શિષ્ય જિનસૂરિએ સંસ્કૃત ગદ્યમાં કરી છે.
3
ગજસિંહપુરાણ – આને ગજસિંહરાજચરિત પણ કહે છે. તેમાં દશરથનગરીના રાજા ગજસિંહે પોતાના શીલ વગેરે ગુણો દ્વારા અનેક પ્રકારનો વૈભવ પ્રાપ્ત કર્યો હતો તેનું આલેખન છે. નિશીથવૃત્તિમાં આ ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. ગુજરાતીમાં આ ચરિત્રને વિષય કરીને કેટલાય રાસ રચાયા છે.૪
સંસ્કૃતમાં અજ્ઞાતકર્તૃક બે રચનાઓ મળે છે.
સંગ્રામસૂરકથા – સમ્યક્ત્વનું માહાત્મ્ય પ્રકટ કરવા માટે રાજા સંગ્રામસૂરની કથા ઉપદેશપ્રાસાદમાં આપવામાં આવી છે.
૫
F
આના ઉપર સ્વતન્ત્ર રચના મેરુપ્રભસૂરિની મળે છે. ગુજરાતીમાં સં. ૧૬૭૮માં તપાગચ્છીય શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચંદ્રે એક કૃતિ રચી છે. સંકાશશ્રાવકકથા પ્રમાદી મિત્રના દોષને પ્રગટ કરવાના દૃષ્ટાન્ત તરીકે સંકાશ શ્રાવક યા સંકાશ શેઠની કથા કહી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક કૃતિ સંસ્કૃતમાં અને એક પ્રાકૃતમાં મળે છે. સંકાશની કથા હરિભદ્રસૂરિના ઉપદેશપદમાં (ગા.૪૦૩-૪૧૨) આવી છે.
૩૨૫
—
૧. જિનરત્નકોશ, પૃ. ૯૫-૯૬
૨. એજન, પૃ. ૨૮૦; દેવચન્દ્ર લાલભાઈ પુ. ગ્રન્થમાલા (૮૦), મુંબઈ ૧૯૩૨; શારદાવિજય જૈન ગ્રન્થમાલા (૧), ભાવનગર, ૧૯૨૧
૩. એજન, પૃ. ૧૦૨
૪. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૬૦, ૬૩, ૧૯૬, ૫૨૪, ૫૨૬
૫. જિનરત્નકોશ, પૃ. ૪૧૦
૬. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૯૮૯
૭. જિનરત્નકોશ, પૃ. ૪૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org