________________
૩૦૪
જૈન કાવ્યસાહિત્ય
રયણચૂડરાયચરિય – આને રચૂડકથા અથવા તિલકસુન્દરી-રત્નચૂકથાનક પણ કહે છે. આ એક લોકકથા છે, તેનો સંબંધ દેવપૂજાદિફલપ્રતિપાદન સાથે જોડવામાં આવેલ છે. કથા ત્રણ ભાગોમાં વિભક્ત છે : ૧, રત્નચૂડનો પૂર્વભવ, ૨. જન્મ, હાથીને વશ કરવા માટે જવું અને તિલકસુંદરી સાથે લગ્ન અને ૩. રત્નચૂડનું સપરિવાર મેરુગમન અને દેવ્રતસ્વીકરણ.
કથાવસ્તુ – પૂર્વજન્મમાં કંચનપુરના બકુલ માલીએ ઋષભદેવ ભગવાનને પુષ્પ ચડાવ્યા હતા, તેના ફલરૂપે ગજપુરના કમલસેનના પુત્ર રત્નચૂડ તરીકે તેનો જન્મ થયો. યુવાન થયો ત્યારે એક મદોન્મત્ત હાથીનું દમન કર્યું પરંતુ હાથીનું રૂપ ધારણ કરનાર વિદ્યાધરે તેનું અપહરણ કરી તેને જંગલમાં ફેંકી દીધો. ત્યાર પછી તે જુદા જુદા દેશોમાં ભ્રમણ કરતો અનેક અનુભવો મેળવે છે, અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે અને અનેક ઋદ્ધિઓ-વિદ્યાઓ પણ સિદ્ધ કરે છે. ત્યાર બાદ પત્નીઓ સાથે રાજધાનીમાં પાછો આવે છે અને રાજવૈભવ ભોગવે છે. પછી ધાર્મિક જીવન વીતાવી સ્વર્ગ પ્રાપ્ત કરે છે.
કર્તા અને રચનાકાળ – તેના કર્તા નેમિચન્દ્રસૂરિ (પૂર્વ નામ દેવેન્દ્રમણિ) છે. તે બૃહગચ્છના ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય અને આગ્રદેવના શિષ્ય હતા. આ ‘રચનાનો સમય તો જ્ઞાત નથી પરંતુ તેમણે પોતાની બીજી કૃતિ મહાવીરચરિયને સં. ૧૧૩૯માં રચી હતી. તેમની અન્ય કૃતિઓમાં ઉત્તરાધ્યયનટીકા (સં.૧૧૨૯) તથા આખ્યાનકમણિકોશ પણ મળે છે. તેમણે રત્નચૂડકથાની રચના પંડિલ પદનિવેશમાં શરૂ કરી હતી અને ચડાવલિપુરીમાં સમાપ્ત કરી હતી. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૨૦૮ની મળે છે. તેની તાડપત્રીય પ્રતિ ચક્રેશ્વર અને પરમાનન્દસૂરિની વિનંતીથી પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય યશોદેવે સં.૧૨૨૧માં તૈયાર કરી હતી.
રત્નચૂડકથા – આ કૃતિ સંસ્કૃત પદ્યોમાં છે. તેમાં તામિલિની નગરીના શેઠ રત્નાકરના પુત્ર રત્નચૂડની વિદેશોની વાણિજ્યયાત્રાની કથા આપી છે. કથાની
૧. જિનરત્નકોશ, પૃ. ૧૬૦, ૩૨૬, ૩૨૭; ૫. મણિવિજય ગ્રંથમાલા, અહમદાબાદ,
૧૯૪૯ ૨. યશોવિજય ગ્રન્થમાલા, સં. ૪૩, ભાવનગર; જિનરત્નકોશ, પૃ. ૩૨૭; તેનો જર્મન
અનુવાદ જે. હટલે કર્યો છે, ૧૯૨૨માં તે લિક્ઝીગથી પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org