________________
૩૧૨
ભૂખતરસથી ભટકતા તેને ભિક્ષામાં થોડા કુલ્માષ મળ્યા, તે તેણે મુનિને આહારમાં આપી દીધા. તેથી પ્રસન્ન થઈ દેવીએ વર માંગવા કહ્યું. તેણે રાજ્ય અને દેવદત્તા વેશ્યાને વરમાં માગ્યાં. સત્પાત્રદાનને કારણે તેને ઐશ્વર્ય અને અનેક કૌતુકપૂર્ણ કાર્ય કરવા મળ્યાં.
પ્રસ્તુત કૃતિ ૧૨૨ સંસ્કૃત શ્લોકોમાં સમાપ્ત થાય છે. કર્તાનું નામ અજ્ઞાત
છે.૧
જૈન કાવ્યસાહિત્ય
નાભાકરૃપકથા – દેવદ્રવ્યના સદુપયોગ ઉપર નાભાક નૃપની કથા કહેવામાં આવી છે. તેમાં બતાવ્યું છે કે નાભાક કેવી રીતે દેવદ્રવ્યના સદુપયોગથી સદ્ગતિ પામે છે અને તેનો દુરુપયોગ કરવાથી તેનો ભાઈ સિંહ અને એક નાગ શેઠ ભવાન્તરોમાં કેવાં દુઃખો પામે છે. કથાપ્રસંગમાં શત્રુંજયતીર્થનું માહાત્મ્ય પણ વર્ણવવામાં આવ્યું છે. આ કૃતિ સંસ્કૃત શ્લોકોમાં છે પરંતુ વચ્ચે વચ્ચે પ્રાકૃત ગાથાઓ પણ આવે છે. ‘ૐ ં વ’ કહીને પ્રાકૃત ગાથાઓ આપી છે. કથા ઘણી રોચક છે.
કર્તા અને રચનાકાલ આ કૃતિની રચના અંચલગચ્છીય મેરુતુંગસૂરિએ વિ.સં.૧૪૬૪માં કરી છે. તે મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની અન્ય રચનાઓ છે – જૈનમેઘદૂતસટીક, કાતંત્રવ્યાકરણવૃત્તિ, ષદર્શનનિર્ણય વગેરે.
નાભાકનૃપકથા ઉપર કમલરાજના શિષ્ય રત્નલાભકૃત રચના તથા એક અજ્ઞાતકર્તૃક નાભાકનૃપકથા પણ મળે છે.
મૃગાંકચરિત – આને મૃગાંકકુમારકથા પણ કહે છે. આ એક લોકકથા છે, તેને પાત્રદાનમાં સદ્-અસદ્ભાવનાં ફળોને જણાવવા માટે ઉપયોગમાં લીધી છે.
કથાવસ્તુ – મૃગાંક અને પદ્માવતી સાથે ભણતાં હતાં. પદ્માવતીના પિતાએ મૃગાંકને પોતાની પુત્રીને આપવા માટે ૮૦ કોડીઓ આપી પરંતુ મૃગાંક તો ૮૦ કોડીઓની મીઠાઈ ખરીદી ખાઈ ગયો. પદ્માવતીએ જ્યારે આ જાણ્યું ત્યારે તે ખૂબ ક્રોધે ભરાઈ અને વખત આવ્યે મૃગાંકને પાઠ ભણાવવાની ધમકી આપી.
૧. વિનય ભક્તિ સુન્દર ચરણ ગ્રન્થમાલા (સં.૪), જામનગર, સં. ૧૯૯૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૧૦; હીરાલાલ હંસરાજ, જામનગર, સં. ૧૯૦૮ ૩. એજન, પૃ.૨૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org