________________
૩૧૬
જૈન કાવ્યસાહિત્ય
આ કથા ઉપર એક અજ્ઞાતકર્તક રચના મળે છે. બીજી રચનાના કર્તા તપાગચ્છના સોમસુન્દરસૂરિના શિષ્ય જિનકીર્તિ છે. તેનું જર્મન ભાષાન્તર થયું છે. આ કથાને શ્રીપાલ-ગોપાલકથા પણ કહેવામાં આવે છે..
કૃતપુણ્યચરિત – સુપાત્રદાનને લઈને કૃતકર્મનૃપતિકથા તથા કૃતપુણ્ય શેઠ યા કયવન્ના શેઠની કથા કહેવામાં આવી છે. કૃતપુણ્યની કથા કથાકોષપ્રકરણ (જિનેશ્વરસૂરિ) તથા ધર્મોપદેશમાલાવિવરણ(જયસિંહસૂરિ)માં આવી છે. તેના ઉપર સ્વતંત્ર રચનાઓ પણ મળે છે.
પહેલી રચના જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રગણિએ જિનપતિના પટ્ટધર જિનેશ્વરના શાસનકાળમાં સં.૧૩૦૫માં કરી હતી."
બીજી રચના કૃતપુણ્યકથા અપનામ કયવઝાકહા અજ્ઞાતકર્તુકનો ઉલ્લેખ મળે
- ત્રીજી રચના વીસમી સદીમાં વિજયરાજેન્દ્રસૂરિએ પંચતંત્રની શૈલીમાં ગદ્યાત્મક રૂપમાં લખી છે. વચ્ચે વચ્ચે વાર્તાઓને જોડવા માટે શ્લોકો ઉદ્ધત કર્યા છે. તેની રચના સં. ૧૯૮૫માં થઈ છે.*
પાપબુદ્ધિ-ધર્મબુદ્ધિકથા – ભાવાત્મક અને કલ્પિત પાપબુદ્ધિ રાજા અને ધર્મબુદ્ધિ મંત્રીના માધ્યમથી પાપ અને ધર્મના માહાભ્યને સમજાવવા માટે ઉક્ત કથાની કલ્પના કરવામાં આવી છે. આ કથાને અન્ય નામોથી પણ પ્રગટ કરવામાં આવી છે, જેમકે કામઘટકથા, કામકુમ્ભકથા અને અમરતેજા-ધર્મબુદ્ધિકથા. આમાંથી કેટલીકના કર્તા જ્ઞાત છે અને અધિકાંશના કર્તા અજ્ઞાત છે.
જ્ઞાતકર્તકરચનાઓમાં હીરવિજયસંતાનીય માનવિજયના શિષ્ય જયવિજયે પાપબુદ્ધિ-ધર્મબુદ્ધિકથા અપરના કામઘટકથાની રચના કરી છે. જયવિજયે એક
૧-૩. જિનરત્નકોશ, પૃ. ૨૪૮, ૩૯૬; આત્માનન્દજય ગ્રન્થમાલા, ડભોઈ, સં. ૧૯૭૬;
જેહર્ટલકૃત જર્મન અનુવાદ, લિસ્કીગ, ૧૯૧૭ ૪. એજન, પૃ. ૯૫ ૫. એજન ૬. રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખંડાલા (મારવાડ), સં. ૧૯૮૮ ૭-૯,જિનરત્નકોશ, પૃ. ૧૪, ૮૪, ૨૪૩; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૯; માસ્ટર
ઉમેદચન્દ્ર રાયચન્દ્ર, પાંજરાપોળ, અહમદાબાદ; આનું પરિવર્ધિત રૂપ ભૂપેન્દ્રસૂરિ જૈન સાહિત્ય સમિતિ, આહીર (મારવાડ)થી પ્રકાશિત થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org