________________
૩૧૪
જૈન કાવ્યસાહિત્ય
ધર્મદત્તના જીવે પૂર્વભવમાં સાધુઓને ૧૬ મોદક આપ્યા હતા તેથી તેને ૧૬ કરોડનું સુવર્ણ મળ્યું અને ચન્દ્રધવલે અગણિત મોદક આપ્યા હતા તેથી તેને અગણિત સુવર્ણ અને ધનરાશિ મળ્યાં.
ઉક્ત કથાનકને લઈને રચાયેલી કેટલીય કૃતિઓ મળે છે. સૌપ્રથમ રચના અંચલગચ્છીય મેરૂતુંગના શિષ્ય માણિક્યસુન્દરકૃત છે, તેનો સમય વિ.સં.૧૪૮૪ છે. તેમની અન્ય કૃતિઓમાં શુકરાજકથા આદિ છે. પ્રસ્તુત કથા પ્રચલિત સંસ્કૃત ગદ્યમાં રચવામાં આવી છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાનાં સુભાષિત છે.
બીજી રચના વિનયકુશલગણિકત છે. તેનો રચનાસંવત જ્ઞાત નથી. આ વિષયની અન્ય કૃતિઓ અજ્ઞાતકર્તક છે. તેમાંથી એક પ્રાચીન કૃતિનો સંવત ૧૫૨૧ આપવામાં આવ્યો છે.
રત્નસારમત્રિકથા – વર્ધમાનદેશના (શુભવર્ધનગણિ)માં પરિગ્રહપરિમાણના દૃષ્ટાન્ત તરીકે રત્નસારની કથા કહેવામાં આવી છે. આ કથાને લઈને અજ્ઞાતકર્તક રત્નસારમન્નિદાસીકથા મળે છે. આ કથાને લઈને સંસ્કૃત ગદ્યમાં તપાગચ્છીય આચાર્ય યતીન્દ્રસૂરિ(૨૦મી સદી)એ રત્નસારચરિત્રની રચના કરી છે.
રત્નપાલકથા – રત્નપાલના જન્મકાળમાં જ તેના માતાપિતા નિર્ધન અને દેવાદાર બની જાય છે અને શાહુકાર તેને ૨૭ દિવસની આયુવાળાને ઋણ ન ચૂકવાય ત્યાં સુધી લઈ જાય છે. યુવાન થતાં કેવી રીતે તે વિદેશયાત્રા કરે છે અને આ બાજુ તેના માબાપ લાકડા વેચી દુ:ખ ઉઠાવે છે, રત્નપાલ કેવી રીતે તેમને દેવામાંથી મુક્તિ અપાવે છે અને સુખસંપત્તિ પામે છે આદિ ચરિત્ર આપ્યું છે.
આમાં જીવ કેવી રીતે એક જ જન્મમાં કર્મની વિચિત્રતાનો અનુભવ કરે છે એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૧૮, ૧૮૯; હંસવિજય ફ્રી લાયબ્રેરી, અહમદાબાદ, સં. ૧૯૮૧ ૨-૩.એજન, પૃ. ૧૮૯ ૪, એજન, પૃ. ૩૨૮ ૫. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org