________________
કથાસાહિત્ય
૩૧૧
આ કથામાં ત્રણ વાર્તાઓ દાખલ કરવામાં આવી છે. પ્રથમ વાર્તા રાવણની છે જે ભાગ્યચક્રને નિષ્ફળ પડકાર દે છે. બીજી વાર્તામાં પુરુષાર્થ વડે વિધિલિખિત વાત પણ બદલવામાં આવે છે. ત્રીજી વાર્તા એક વણિકની છે, તે બધાંને ઠગતો હોય છે પરંતુ અંતે તે પોતે જ એક વેશ્યા દ્વારા ઠગાય છે. આ છેલ્લી કથા ખૂબ જ હાસ્યપૂર્ણ છે.
આ એક એવી કથા છે જે પૂર્વ અને પશ્ચિમ બન્ને દેશોમાં પ્રસિદ્ધ છે, જે બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યમાં પણ જોવા મળે છે.
કર્તા અને રચનાકાળ – આના પ્રણેતા તપાગચ્છીય સોમસુંદરસૂરિના શિષ્ય જિનકીર્તિ છે. તેમનો સમય ૧૫મી સદીના ઉત્તરાર્ધ છે. ગ્રન્થકારની અન્ય કૃતિઓ દાનકલ્પદ્રુમ અપનામ ધન્યશાલિચરિત્ર (વિ.સં.૧૪૯૭), શ્રીપાલગોપાલકથા, પંચનિસ્તવ, નમસ્કારસ્તવ (વિ.સં.૧૪૯૪), શ્રાદ્ધગુણસંગ્રહ (વિ.સં.૧૪૯૮)
ચંપકશ્રેષ્ઠીની કથા ઉપર તપાગચ્છીય જયવિમલગણિના શિષ્ય પ્રીતિવિમલની રચના (સં. ૧૬૫૬) તથા જયસોમની રચના પણ મળે છે.
અઘટકુમારકથા – આ ચંપકશ્રેષ્ઠીની કથાની જેમ જ લૌકિક કથા છે. તેમાં પત્રવિનિમય દ્વારા કથાનાયક અઘટકુમારના મૃત્યુથી બચવાની ઘટના આવી છે.
આના ઉપર બે અજ્ઞાતકર્તક પદ્યાત્મક કૃતિઓ મળે છે. જિનકીર્તિકૃત અઘટનૃપકુમારકથા સંસ્કૃત ગદ્યમાં છે. તેનો જર્મન અનુવાદ કુમારી શાર્લોટ ક્રાઉસે સન્ ૧૯૨૨માં કર્યો છે. ઉપર્યુક્ત રચનાનો કાળ આપવામાં આવ્યો નથી. અનુમાનતઃ ૧૫-૧૬મી સદીની આ રચના છે.
મૂલદેવનૃપકથા – મૂલદેવ નૃપની લોકસાહિત્ય જગતની એક કથાને સુપાત્રદાનના દૃષ્ટાન્ન તરીકે રજૂ કરવામાં આવી છે. મૂલદેવ પાટલિપુત્રનો એક અતિ રૂપવાન રાજકુમાર હતો. તેને જુગારનું વ્યસન હતું. તેના પિતાએ તેને કાઢી મૂક્યો. ઉજ્જૈની પહોંચી તે ગુલિકાવિદ્યાથી વૈતાલિકનું રૂપ ધારણ કરી મનહર ગીતો ગાતો રહેવા લાગ્યો. તેના ઉપર દેવદત્તા નામની વેશ્યા આસક્ત થઈ ગઈ. વેશ્યાની માએ તેને કપટયુક્તિથી ત્યાંથી ભાગી જવા મજબૂર કર્યો.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૧; જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ, ૧૯૧૬ ૨. એજન, પૃ. ૧૨૧ ૩-૫.એજન, પૃ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org