________________
૩૦૬
જેન કાવ્યસાહિત્ય
આપ્યો છે.' વિમલનાથચરિતના દાનધર્માધિકારમાં આ જ કથા સંસ્કૃત ગદ્યમાં આપી છે.
રત્નચૂડકથા ઉપર જિનવલ્લભસૂરિ, નેમપ્રભ અને રાજવર્ધને પણ રચનાઓ કરી છે. ૨
રત્નશેખરકથા – રાજા રત્નશેખર અને રાણી રત્નાવતીની લૌકિક કથાને જૈન કથાકારોએ પર્વતિથિઆરાધનના કલ્પનાબંધમાં પરિવર્તિત કરી પ્રગટ કરી છે.
કથાવસ્તુ – રત્નપુરના રાજા રત્નશેખર કિન્નર યુગલ પાસેથી રત્નાવતીની પ્રશંસા સાંભળી મુગ્ધ થઈ જઈ મરવા ઈચ્છે છે. પરંતુ તેનો મંત્રી આશ્વાસન આપી રત્નાવતીની ભાળ મેળવવા જંગલોમાં ભટકે છે. એક યક્ષકન્યાના નિર્દેશથી તે અગ્નિકુંડમાં પડી પાતાળલોકમાં પહોંચે છે. ત્યાં એક યક્ષ પાસેથી પેલી કન્યા (જે માનુષી હતી)ની ઉત્પત્તિ જાણી તેની સાથે લગ્ન કરી લે છે (કન્યાની ઉત્પત્તિમાં તેના મનુષ્યભવનાં માતાપિતાની કથા આપી છે જેઓ પર્વતિથિનો ભંગ કરવાથી યયોનિમાં ઉત્પન્ન થયા હતાં). તે યક્ષે જ તેને રત્નાવતીનું સ્થાન બતાવ્યું, રત્નાવતી સિહલનરેશની પુત્રી હતી. તે યક્ષે જ તેને વિદ્યાબળથી સિંહલદ્વીપ પણ પહોંચાડી દીધો. ત્યાં તે યોગિનીના વેષમાં રત્નાવતીને મળ્યો. રત્નાવતીએ તેને કહ્યું કે તે તે પુરુષ સાથે જ લગ્ન કરશે જે પૂર્વજન્મમાં તેનો મૃગના રૂપમાં પતિ હતો. યોગિનીએ ભવિષ્યનો વિચાર કરી બતાવ્યું કે તેનો તે પતિ તેને શીધ્ર કામદેવના મંદિરમાં ધૂતક્રીડા કરતો મળશે. આમ રત્નવતીને સમજાવી તે પેલી પક્ષવિદ્યાના બળથી પોતાના રાજા પાસે રત્નપુર પહોંચ્યો. ત્યાં રાજા સાત મહિનાની અવધિ પૂરી થતાં ચિતામાં બળી મરવા તૈયાર હતો. રાજાને પોતાની સાથે લઈ તે સિંહલદ્વીપ કામદેવના મંદિરે પહોંચ્યો અને ત્યાં રાજા અને રત્નપતીનું મિલન કરાવ્યું. બન્નેના લગ્ન થયા. બન્ને પોતાના નગરમાં પાછા આવ્યાં. એક વાર એક શુક અને શુકી આવીને તેમના હાથમાં બેસી ગયાં અને તેમને પૂછતાં તેઓ વિદ્વત્તાપૂર્ણ વાર્તાલાપ કરતાં કરતાં મૂર્ણિત થઈ ગયાં અને મરી ગયાં. રાજાએ એક મુનિને આ ઘટના વિશે પૂછીને જાણ્યું કે તે બન્ને તેના પૂર્વજ હતા અને પર્વતિથિનો ભંગ કરવાને કારણે તે બન્ને પક્ષિયોનિમાં ઉત્પન્ન થયા હતા. હવે તે બન્ને પાપથી મુક્ત થઈ ધરણેન્દ્ર-પદ્માવતી બન્યા છે. આ જાણી રાજા, રાણી, મંત્રી વગેરે સૌએ પર્વતિથિનું પાલન કરવાનું વ્રત લીધું અને છેવટે વ્રતના પ્રભાવથી તેમને સ્વર્ગ મળ્યું.
૧. પૃ. ૧૦૨-૧૦૩ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૬-૩૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org