________________
૩૦૮
જૈન કાવ્યસાહિત્ય
અગડદત્તપુરાણ (ચરિત) – આની કથા અતિ પ્રાચીન હોવાથી તેને પુરાણ નામ આપ્યું છે. તેમાં અગડદત્તનું કામાખ્યાન અને ચાતુરી વર્ણિત છે. તેના કર્તા અજ્ઞાત છે. અગડદત્તની કથા વસુદેવહિંડી (પમી-૬ઠ્ઠી સદી), ઉત્તરાધ્યયનની વાદિવેતાલ શાન્તિસૂરિકત શિષ્યહિતા પ્રાકૃત ટીકા (૧૧મી સદી) તથા નેમિચન્દ્રસૂરિ (પૂર્વ નામ દેવેન્દ્રગણિ)કૃત સુખબોધા ટીકા (સં.૧૧૩૦)માં આવે છે. વસુદેવદિંડી અનુસાર અગડદત્ત ઉજ્જયિનીનો એક સારથીપુત્ર હતો. પિતાનું મૃત્યુ થતાં પિતાના પરમ મિત્ર કૌશામ્બીના એક આચાર્ય પાસે તે શસ્ત્રવિદ્યા શીખે છે, ત્યાં તેને સામદત્તા સુન્દરી સાથે પ્રેમ થઈ જાય છે. થોડા વખત પછી તે પરિવ્રાજકવેષધારી ચોરનો વધ કરે છે. તેના ભૂમિગૃહને શોધી તેની બેનને મળે છે. ત્યાં બદલો લેવા તેના માટે ગોઠવેલ પડ્યત્રમાંથી તે બચી નીકળે છે. સામદત્તાને લઈ ઉજ્જયિની પાછા ફરતાં રસ્તામાં ધનંજય નામના ચોર સાથે તેને સામનો કરવો પડે છે પણ તે તે ચોરનો વધ કરી નાખે છે. ઉજજૈની પહોંચ્યા પછી સામદત્તાની સાથે ઉદ્યાનમાં વિહાર કરતી વખતે સામદત્તાને સર્પ ડસે છે. વિદ્યાધર યુગલના સ્પર્શથી તે પુનઃ ચેતના મેળવે છે. દેવકુલમાં પહોંચી સામદત્તા અગડદત્તના વધનો પ્રયત્ન કરે છે. સ્ત્રીનિન્દા અને સંસારવૈરાગ્યના રૂપમાં કથા સમાપ્ત થાય છે..
નેમિચન્દ્રસૂરિએ ઉત્તરાધ્યયનવૃત્તિમાં આને પ્રતિબદ્ધજીવીના દૃષ્ટાન્ત તરીકે કહી છે. આ કથાનક પૂર્વોક્ત કથાનકથી કેટલીય બાબતોમાં ભિન્ન છે. કેટલીય ઘટનાઓ અને પાત્રોનાં નામોમાં અંતર છે. નેમિચન્દ્રસૂરિનો સ્રોત સંભવતઃ વસુદેવહિડીના સ્રોતથી ભિન્ન હશે. જર્મન વિદ્વાન ડો. આસડોર્સે આ કથાનકનું વિશ્લેષણ કરી તેને હજારો વર્ષ પ્રાચીન કથાનકોની શ્રેણીમાં મૂક્યું છે. સંભવતઃ અતિ પ્રાચીનતાના કારણે જ ઉક્ત રચનાને અગડદત્તપુરાણ કહી છે.
ઉત્તમકુમારચરિત – દાનના માહાભ્યને પ્રગટ કરવા માટે ઉક્ત લૌકિક કથાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉત્તમકુમાર એક રાજકુમાર છે. તે વિવિધ પ્રકારનાં
૧. જિનરત્નકોશ, પૃ. ૧; વિનય ભક્તિ સુન્દર ચરણ ગ્રન્થમાલા (સં. ૬), જામનગર, સં.
૧૯૯૭; આ રચના સંસ્કૃતના ૩૩૪ શ્લોકોમાં પૂરી થાય છે, તેને દ્રવ્યભાવનિદ્રાત્યાગના દાન્ત તરીકે આપેલ છે.. ૨. વસુદેવહિંડી, પૃ. ૩૬-૪૨ ૩. એ ન્યૂવર્સન ઑફ અગડદત્ત સ્ટોરી, ન્યૂ ઈન્ડિયન એટીક્વેરી, ભાગ ૧, સન્ ૧૯૩૮
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org