________________
કથાસાહિત્ય
વચ્ચે અદ્ભુત રીતે સ્વપ્ર અને તેનું ફળ, યાત્રાએ જતા પુત્ર રત્નચૂડને પિતા દ્વારા શિક્ષા જેમાં વ્યાવહારિક બુદ્ધિ અને અન્ધવિશ્વાસોનું સંમિશ્રણ છે, યાત્રાએ નીકળતી વખતે શુભશકુનોનો ઉલ્લેખ, ભાગ્યશાળી પુરુષના શરીર ઉપરનાં ૩૨ તિલ વગેરે લક્ષણોની ગણના આદિનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાત્રા દરમ્યાન રત્નચૂડ ધૂર્તોની નગરી અનીતિપુર પહોંચે છે. ત્યાં અન્યાયી રાજા રાજ્ય કરે છે. તેને અવિચારી મંત્રી હતો તથા અશાંતિ પુરોહિત હતો. આ ધૂર્તોની દુનિયામાં રત્નચૂડને અનેક ચમત્કારી ઘટનાઓનો સામનો કરવો પડે છે.
કથા બહુ જ ચાતુર્યપૂર્ણ અને મનોરંજક છે. કથાની વચ્ચે રોહક નામના બાલક અને બ્રાહ્મણ સોમશર્માના પિતાની કથાનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. રોહક પાલિ મહાઉમ્મન્ગ જાતકમાં આલેખવામાં આવેલા મહાસેધ નામના પુરુષની જેમ જ અનેક અસંભવ કાર્યોને પોતાના બુદ્ધિબળથી પાર પાડે છે.' સોમશર્મા બ્રાહ્મણના પિતા હવાઈ કિલ્લાઓ રચે છે. કથાનકોમાં તક મળે ત્યારે ઉપદેશાત્મક પદ્યો મૂક્યાં છે, તે બહુ રોચક છે.
રત્નચૂડ પોતાના બુદ્ધિકૌશલથી ધન કમાઈ પાછો આવે છે. આ બધું તેણે પૂર્વજન્મમાં કરેલા દાનના પ્રભાવથી બન્યું છે એ વાત તેને મુનિ ધર્મઘોષ કહે છે. પછી અનીતિપુર (ધૂર્તનગરી)ની પ્રત્યેક ઘટનાને રૂપકથી આ સંસારમાં ઘટાવવામાં આવે છે અને આ રીતે કથાની સમાપ્તિ થાય છે.
આ કથા દેવેન્દ્રસૂરિષ્કૃત પ્રાકૃત રત્નચૂડકથા સાથે નામસામ્ય ધરાવતી હોવા છતાં સર્વથા ભિન્ન છે.
કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા તપાગચ્છીય રત્નસિંહના શિષ્ય જ્ઞાનસાગર છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિ વિમલનાથચરિતના પ્રસંગમાં
૧. શ્લોક સં. ૨૨-૫૭
૨. શ્લોક સં. ૯૫-૧૩૬ ૩. શ્લોક સં. ૧૧૧-૧૧૪ ૪. શ્લોક સં. ૪૮૫-૪૯૧
૩૦૫
૫. શ્લોક સં. ૨૧૮-૩૦૯
૬. શ્લોક સં. ૫૩૦-૫૩૮
૭. આને તિલકસુન્દરી-રત્નચૂડકથાનક પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org