________________
કથાસાહિત્ય
૩૦૩
કથાવસ્તુ – હસ્તિનાપુરમાં ગુણવર્મા રાજપુત્રે રાજય મળ્યા પછી ક્રમશઃ રત્નાવલી, કનકાવલી, રત્નમાલા અને કનકમાલા રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા. બીજી રાજકુમારી સાથેના લગ્નપ્રસંગે પાર્શ્વનાથ જિનમંદિરમાં ભક્તિભાવથી પૂજા કરતી વખતે તેને જાતિસ્મરણ થયું કે પૂર્વભવમાં પોતે હસ્તીનાપુરમાં ધનદત્ત નામના શેઠ હતો, ધનદત્તને ૪ પત્નીઓ હતી અને ૧૭ પ્રકારની પૂજા કરવાથી ૪ પત્નીથી તેને ૧૭ પુત્ર થયા હતા. જિનપૂજાના પ્રભાવથી ધનદત્ત મરીને દેવ થયો અને વર્તમાનમાં ગુણવર્મા રાજા થયો. આ જન્મમાં પણ તેને (ગુણવર્માને) ૧૭ પુત્ર થયા. તેમાં ૧૭ પ્રકારની પૂજાનાં નામ આપવામાં આવ્યાં છે. પ્રત્યેક પૂજાનું માહાસ્ય દર્શાવવા માટે એક કથા એમ કુલ ૧૭ કથાઓ આપવામાં આવી છે.
આ કથાગ્રન્થ ૫ સર્ગોમાં વિભક્ત છે. ગ્રન્થાગ ૧૯૪૮ શ્લોકપ્રમાણ છે. તેમાં સંસ્કૃતના વિભિન્ન છંદોનો પ્રયોગ થયો છે.
કર્તા અને રચનાકાળ – આ કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા અંચલગચ્છશ માણિક્યસુંદરસૂરિ છે. તેમણે કૃતિને સં. ૧૪૮૪માં સત્યપુર(સાચૌર)માં વર્ધમાન જિનભવનમાં ઉપાધ્યાય ધર્મનન્દનના વિશિષ્ટ સાન્નિધ્યમાં સમાપ્ત કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં શ્રીધરચરિતકાવ્ય, શુકરાજકથા, ધર્મદત્તકથાનક, મહાબલમલયસુન્દરીકથા, ચતુપૂર્વીચમ્પ, પૃથ્વીચન્દ્રચરિત્ર (ગદ્ય) આદિ મળે છે.
સરવિક્રમચરિય – આમાં નરસિંહ નૃપના પુત્ર રાજકુમાર નરવિક્રમ, તેની પત્ની શીલવતી અને તે બન્નેના બે પુત્રોના વિપત્તિભર્યા જીવનનું વર્ણન છે. તે ચારે એક અપ્રિય ઘટનાને કારણે રાજ્ય છોડી ચાલ્યાં ગયાં હતાં તથા વિખૂટાં પડી ગયાં હતાં અને અનેક સાહસિક ઘટનાઓ પછી પુનઃ મળ્યાં હતાં. આ કથા પૂર્વકર્મ-ફલપરીક્ષાના પ્રયોજનથી કહેવામાં આવી છે. જે
આ કથાને ગુણચન્દ્રસૂરિએ મહાવીરચરિયમાં વિસ્તારથી આપી છે. તેને સંસ્કૃત છાયા સાથે અલગથી પ્રકાશિત કરવામાં આવેલ છે. આ કથાનું મહત્ત્વ એમાં છે કે આ કથા અનેક જૈન અને અર્જન લેખકોએ ગુજરાતીમાં આલેખેલી કથા “ચન્દનમલયગિરિનો આધાર સિદ્ધ થઈ છે.
૧. સર્ગ ૨. ૪૨-૪૫ ૨. નેમિવિજ્ઞાન ગ્રન્થમાલા (૨૦), સં. ૨૦૦૮ ૩. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થમાં પ્રકાશિત અંગ્રેજી લેખ Jain and
Non-Jain Versions of the Popular Tale of Chandana-Malayagiri from Prakrit and Other Early Literary Sourccs' hy Ramusi N. Jani
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org