________________
કથાસાહિત્ય
૨૯૯
સુકોશલચરિત-તપની આરાધનાના મહત્ત્વને દર્શાવવા અને તિર્યંચ (વાઘણ)કૃત ઉપસર્ગને ક્ષમાભાવથી સહન કરવા જોઈએ એ કહેવા માટે સુકૌશલમુનિનું ચરિત્ર અનેક કથાકોશોમાં આવ્યું છે. હરિર્ષણના કથાકોશમાં આ ચરિત્ર ૨૮૪ શ્લોકોમાં આલેખાયેલું છે.
પ્રાકૃત (અપભ્રંશ)માં સોમકીર્તિ ભટ્ટારકકૃત તથા ત્રણ અજ્ઞાતકર્તક રચનાઓ (જમાં ૯૭ ગાથા, ૧૦૧ ગાથા અને ૧૦૭ ગાથા છે) મળે છે. સંસ્કૃતમાં બ્રહ્મ. નેમિદત્ત અને ભટ્ટારક નરેન્દ્રકીર્તિકુત રચનાઓ મળે છે. અપભ્રંશમાં ૧૩૦૨માં રચાયેલી અજ્ઞાતકર્તક કૃતિ" તથા કવિ રઈધૂકૃત સુકોસલચરિકનો ઉલ્લેખ મળે
અવન્તિકમાલ અથવા સુકુમાલચરિત – તપની ચરમ આરાધના અને તિર્યંચ (શૃંગાલી)ના ઉપસર્ગોને અડગ ભાવથી સહન કરવાના દૃષ્ટાન્ત તરીકે અવન્તિસુકુમાલની કથા આરાધના કથાકોશો તથા અન્ય કથાકોશોમાં કહેવામાં આવી છે. હરિષણના કથાકોશમાં આ કથા ૨૬૦ શ્લોકોમાં આપવામાં આવી છે. દાનપ્રદીપમાં તેને ઉપાશ્રયદાનનું મહત્ત્વ દર્શાવવા કહેવામાં આવી છે. અવન્તિસુકમાલ આચાર્ય સુહસ્તિના શિષ્ય મનાયા છે અને કહેવામાં આવે છે કે તેમના સમાધિસ્થળ ઉપર ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર બન્યું છે.
આના ઉપર સ્વતંત્ર રચનાઓમાં ભટ્ટારક સકલકીર્તિકૃત (૧૫મી સદી) ૯ સર્ગાત્મક ૧૦૫૦ શ્લોકોમાં નિબદ્ધ એક કાવ્ય મળે છે. બીજી રચના ભટ્ટારક પ્રભાચન્દ્રના શિષ્ય વાદિચન્દ્ર (સં.૧૬૫૦-૧૬૬૦) રચેલી હોવાનો ઉલ્લેખ મળે છે તથા અન્ય અજ્ઞાતકર્તક સંસ્કૃત રચનાઓનો ઉલ્લેખ પણ મળે છે.
પાટણ(ગુજરાત)ના તપાગચ્છ ભંડારના એક કથાસંગ્રહમાં અવન્તિસુકુમાલકથા ૧૧૯ પ્રાકૃત ગાથાઓમાં ઉપલબ્ધ છે.
જિનદત્તચરિત – સાધુપરિચર્યા યા મુનિને આહારદાનના પ્રભાવથી વ્યક્તિ જીવનમાં સંકટોથી બચે છે, પોતાની શુદ્ધિ કરી શકે છે, એ તથ્યને દર્શાવવા માટે
૧-૬ એજન, પૃ. ૪૪૩-૪૪૪; હિન્દીમાં સુકોશલચરિત્ર પ્રકાશિત છે. ગુજરાતીમાં અનેક
રાસ વગેરે ઉપલબ્ધ છે. ૭-૯, એજન, પૃ. ૪૪૩; સુકુમાલચરિત્ર ઉપર હિન્દીમાં ગદ્ય-પદ્ય રચનાઓ પ્રકાશિત થઈ
છે. ૧૦. એજન, પૃ. ૧૭; પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ. ૪૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org