________________
૨૯૮
જેન કાવ્યસાહિત્ય
છે પરંતુ વર્ણન અને પ્રાસંગિક કથાઓથી તે વિસ્તૃત બની ગયું છે.
બીજી રચના પ્રાકૃત ગાથાઓમાં છે. તે સંક્ષિપ્ત છે. તેમાં કુલ ૬૪૬ ગાથાઓ છે. તે ૮૦૫ શ્લોકપ્રમાણ છે. તેની રચના સં. ૧૧૭૨માં બૃહદ્ગચ્છીય માનદેવના પ્રશિષ્ય અને ઉપાધ્યાય જિનપતિના શિષ્ય હરિભદ્રસૂરિએ કરી છે. જે હરિભદ્રસૂરિની અન્ય ઉપલબ્ધ કૃતિઓ છે - શ્રેયાંસચરિત્ર, પ્રશમરતિવૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ અને બંધસ્વામિત્વષડશીતિકર્મગ્રન્થવૃત્તિ.
ત્રીજી રચના સંસ્કૃત ગદ્યમાં છે. હરિભદ્રસૂરિના પ્રાકૃત ચરિત્ર ઉપરથી જ આ કૃતિ સંસ્કૃત ગદ્યમાં રચવામાં આવી છે. વાસ્તવમાં આ તેનો અનુવાદ માત્ર છે અને તેનાથી લઘુ છે. જિનરત્નકોશ અનુસાર તેના કર્તા ધર્મવિજયગણિ છે.
ચોથી રચના નયનન્દિસૂરિકૃત છે, તેનો ગ્રન્થાગ ૬૨૫ પ્રમાણ છે, તેનો ઉલ્લેખ મળે છે.*
પાંચમી રચના સંસ્કૃત ગદ્યમાં છે અને તેમાં પ્રાસંગિક કથાઓ એટલી બધી છે કે તેનું પ્રમાણ બન્ને ચરિત્રોથી મોટું થઈ ગયું છે. આ ગ્રન્થની ભાષા અસ્તવ્યસ્ત છે. તેના કર્તાનું નામ અજ્ઞાત છે."
એક મુનિપતિચરિત્રસારોદ્ધાર નામની સંસ્કૃત કૃતિનો પણ ઉલ્લેખ મળે છે.
ગજસુકુમાલકથા – ગજસુકુમાલને ગજકુમાર પણ કહેવાય છે. તેમની કથા અન્નકૃતદશાંગમાં આવી છે. તે દેવકીના અંતિમ પુત્ર હતા. તેમનું ઉદાહરણ તપની ચરમ આરાધના, મનુષ્યકૃત ઉપસર્ગોને અચલ ભાવથી સહન કરવા તથા ક્ષમાની ઉચ્ચ કોટિની પરિણતિના માટે અનેક કથાગ્રન્થોમાં આવે છે.
તેના ઉપર સંસ્કૃતમાં એક અજ્ઞાતકર્તક રચનાનો ઉલ્લેખ મળે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૦, ૩૧૦ २. नयणमुणिरुद्दसंखे विक्कमसंवच्छरंमि वच्चन्ते (११७२)।
भद्दवय पंचमिए समत्थिअं चरित्तमिणमोत्ति ।। ૩. જિનરત્નકોશ, પૃ. ૩૧૧ ૪. એજન ૫. મણિપતિરાજર્ષિચરિતની પ્રસ્તાવના, હેમચંદ્ર ગ્રન્થમાલા, સં. ૧૯૭૮; હીરાલાલ
હંસરાજ, જામનગર દ્વારા સંપાદિત અને પ્રકાશિત ૬. જિનરત્નકોશ, પૃ. ૩૧૧ ૭. એજન, પૃ. ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org