________________
૨૯૬
જૈન કાવ્યસાહિત્ય
શ્રીપાલચરિત ઉપર એક નાટક પણ ધર્મસુન્દર અપર નામ સિદ્ધસૂરિએ સં. ૧૫૩૧માં રચ્યું છે.
અપભ્રંશ ભાષામાં કવિ રઈધૂ અને પં. નરસેનનાં સિરિપાલચરિઉમાં દિગંબર સંપ્રદાય સમ્મત કથાનક આપવામાં આવ્યું છે.
ગુજરાતી અને હિંદી ભાષાના કવિઓ માટે આ ચરિત બહુ જ રોચક અને આકર્ષક રહ્યું છે.
ભવિષ્યદત્તકથા - શ્રીપાલકથાની જેમ ભવિષ્યદત્તની લૌકિક કથાને શ્રુતપંચમીનું માહાસ્ય દર્શાવવા માટે ધર્મકથામાં પરિવર્તિત કરવામાં આવેલ છે.
કથાવસ્તુ – ભવિષ્યદત્ત એક વણિક પુત્ર છે. તે પોતાના ઓરમાન ભાઈ બધુદત્ત સાથે વ્યાપાર કરવા પરદેશ જાય છે, ત્યાં તે ધન કમાય છે અને લગ્ન પણ કરી લે છે પરંતુ તેનો ઓરમાન ભાઈ તેને દગો દઈ વારંવાર દુઃખ દે છે, એટલે સુધી કે તેને દ્વીપમાં એકલો છોડીને તેની પત્ની સાથે ઘરે પાછો આવે છે અને તેની સાથે લગ્ન કરી લેવા ઈચ્છે છે. પરંતુ તે દરમ્યાન ભવિષ્યદત્ત પણ યક્ષની મદદથી ઘરે પાછો ફરે છે, પોતાનો અધિકાર મેળવે છે અને રાજાને ખુશ કરી રાજકન્યા સાથે લગ્ન કરે છે. છેવટે એક મુનિ પાસેથી પોતાના પૂર્વભવનો વૃત્તાન્ત સાંભળી વિરક્ત થઈ પુત્રને રાજ સોપી મુનિ થઈ જાય છે.
આ કથા ઉપર અનેક કૃતિઓ રચાઈ છે. તેમનો પરિચય જ્ઞાનપંચમી કથા ઉપર રચાયેલી કૃતિઓના પ્રસંગમાં આપવામાં આવ્યો છે.
મણિપતિચરિત (મુનિપતિચરિત) – આ ચરિત્રાત્મક કથાગ્રંથમાં મણિપતિ (નૃપ) મુનિના ચરિત્ર સાથે તેમના તથા કુંચિક શેઠ વચ્ચેના સંવાદ દ્વારા ૧૬ કથાઓ આપવામાં આવી છે, તેમનું સંકલન એક પદ્યમાં આ રીતે છે : हस्ती हारः सिंहो मेतार्यः सुकुमारिका ।
भद्रोक्षा गृहकोकिलः सचिवावटुकोऽपि च । नागदत्तो वर्द्धकिश्च चारभट्यथ गोपकः
सिंही शीतादितहरिः काष्ठर्षिः षोडशो मतः ॥
૧. એજન, પૃ. ૩૯૮ ૨. એજન, પૃ. ૩૦૦, ૩૧૦; આ કાવ્યનું વાસ્તવિક નામ મણિપતિચરિત છે. પ્રાકૃતમાં
મણિવઈને પછી લેખકોએ મુણિવઈ કરીને મુનિપતિ (સંસ્કૃત) નામ આપી દીધું છે. આ વાતનું સ્પષ્ટીકરણ હેમચન્દ્ર ગ્રન્થમાલા, અમદાવાદથી પ્રકાશિત આ ગ્રન્થની પ્રસ્તાવનામાં કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org