________________
જૈન કાવ્યસાહિત્ય
જિનદત્તના ચરિત્ર ઉપર કેટલીય કથાકૃતિઓ સંસ્કૃત-પ્રાકૃતમાં રચવામાં આવી છે. જિનદત્તે પોતાના પૂર્વભવમાં કેવળ પૂર્ણિમાના દિવસે એક મુનિરાજને પરિચર્યાપૂર્વક આહારદાન કર્યું હતું. તેના પ્રભાવથી તે પોતાના વર્તમાન ભવમાં ઘૂતવ્યસનથી સંપત્તિ ખોઈને પણ નાના પ્રકારનાં ચમત્કારી અને સાહસિક કાર્યો કરી શકે છે. તે વેષપરિવર્તન કરે છે, સમુદ્રયાત્રા કરે છે, હાથીને વશ કરે છે, રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે અને વિવિધ પ્રકારનાં સુખો ભોગવી છેવટે તપસ્યા કરી સ્વર્ગ પ્રાપ્ત કરે છે.
૩૦૦
આ કથાનક ઉપર સૌથી પ્રાચીન અજ્ઞાતકર્તૃક કૃતિ પ્રાકૃત ગદ્યમાં મળે છે. તેની હસ્તલિખિત પ્રતિ મણિભદ્રયતિએ વરનાગ માટે સં. ૧૧૮૬માં તૈયાર કરી હતી. તેમાં જિનદત્તનો પૂર્વભવ પ્રારંભને બદલે અંતમાં આપ્યો છે.
બીજી રચના પ્રાકૃત ગદ્યપદ્યમાં છે, તે ૭૫૦ ગ્રન્થાગ્રપ્રમાણ છે. તેની રચના પાડિયગચ્છના નેમિચન્દ્રના પ્રશિષ્ય અને સર્વદેવસૂરિના શિષ્ય સુમતિગણિએ કરી છે. કૃતિનો રચનાકાળ નિશ્ચિત નથી, પરંતુ એક પ્રાચીન પ્રતિમાં તે પ્રતિને અણહિલપાટણમાં સં. ૧૨૪૬માં લખાવવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. તેથી કૃતિની રચના તે પહેલાં થઈ હોવાનું નિશ્ચિત છે. તેમાં વિજ઼પુત્રો અને સાંયાત્રિકોની યાત્રાનું રોચક વર્ણન છે.
આ કથાનક સંબંધી ત્રીજી રચના સંસ્કૃતમાં છે. તેમાં ૯ સર્ગ છે તથા ૯૩૮ શ્લોક છે. તેને જિનદત્તકથાસમુચ્ચય પણ કહે છે. સર્ગાન્તના એક-એક બે-બે વૃત્ત છંદો સિવાય આખી કૃતિ અનુરુમાં છે. તેની રચના ગુણભદ્રાચાર્યે કરી છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૫
૨. સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨૭, મુંબઈ, સં. ૨૦૦૯
૩. એજન, બન્ને રચનાઓ એક જ ગ્રંથમાં પ્રકાશિત છે.
૪. વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત ભાષા ઔર સાહિત્ય કા આલોચનાત્મક ઈતિહાસ, પૃ. ૫૦૫-૫૦૮.
૫. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૧૯૭૩; આનો હિન્દી અનુવાદ પં. શ્રીલાલ કાવ્યતીર્થ, કલકત્તાથી પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org