________________
કથાસાહિત્ય
ઉક્ત પ્રાકૃત રચનાને આધારે ખરતરગચ્છના જયકીર્તિસૂરિએ પણ સં. ૧૮૬૮માં ગ્રન્થાગ્રપ્રમાણ ૧૧૦૦ ધરાવતા શ્રીપાલચરિતની રચના સંસ્કૃત ગદ્યમાં કરી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક ટીકા પણ છે.
અન્ય શ્રીપાલચરિતોના કર્તાઓનાં નામ છે – જીવરાજગણિ, સોમચન્દ્રગણિ (સંસ્કૃત ગદ્ય), વિજયસિંહસૂરિ, વીરભદ્રસૂરિ (ગ્રન્થાગ્ર ૧૩૩૪), પ્રદ્યુમ્નસૂરિ (પ્રાકૃત રચના), સૌભાગ્યસૂરિ, હર્ષસૂરિ, ક્ષેમલક, ઈન્દ્ર દેવરસ, વિનયવિજય (પ્રાકૃત) તથા લબ્ધિમુનિ.
૨૯૫
તેમાં વિનયવિજયની પ્રાકૃત રચના ૪ ખંડોમાં વિભક્ત છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૬૮૩ની મળે છે. લબ્ધિમુનિની ૧૦ સર્ગોમાં વિભક્ત ૧૦૪૦ શ્લોકપ્રમાણ રચના સં. ૧૯૯૦માં રચાઈછે. લબ્ધિમુનિ ખરતરગચ્છના રાજમુનિના શિષ્ય છે અને તેમણે ખરતરગચ્છના આચાર્યોનાં કેટલાંય જીવનચરિત્રો લખ્યાં છે.
ઉપર્યુક્ત રચનાઓમાં શ્વેતાંબર પરંપરામાં પ્રચલિત શ્રીપાલનું ચરિત આપવામાં આવ્યું છે.
દિગંબર સંપ્રદાય સમ્મત ચરિત્ર ઉપર સૌથી પ્રાચીન ગ્રન્થ શ્રીપાલચરિત ભટ્ટારક સકલકીર્તિકૃત મળે છે. તે સાત પરિચ્છેદોમાં વિભક્ત છે. તેમાં કોટિભટ શ્રીપાલનું રાજ્યાવસ્થામાં કુષ્ઠ થવું, તેનું નિવારણ, સમુદ્રયાત્રા, શૂલી પર ચડવું વગેરે ઘટનાઓ નાટકીય રીતે નિરૂપાઈ છે. તેના કર્તાનો પરિચય પહેલાં આપી દીધો છે. ગ્રંથની રચનાનો ચોક્કસ કાળ જાણી શકાયો નથી.
અન્ય લેખકોમાં વિઘાનન્દ્રિ, મલ્લિભૂષણ, શ્રુતસાગર, બ્રહ્મ. નેમિદત્ત (નવ સર્ગોમાં, સં. ૧૫૮૫), શુભચન્દ્ર, પં. જગન્નાથ તથા સોમકીર્તિકૃત રચનાઓનો ઉલ્લેખ મળે છે.૪
અજ્ઞાતકર્તૃક બે શ્રીપાલચરિતોનો પણ ઉલ્લેખ મળે છે. તેમાંથી એકની પ્રાચીન પ્રતિ સં. ૧૫૭૨ની છે.૫
૧. એજન; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૮
૨. એજન, પૃ. ૩૯૭-૩૯૮
૩. એજન, પૃ. ૩૯૮; જિનદત્તસૂરિ ભંડાર, પાયધુની, મુંબઈ, સં. ૧૯૯૧
૪. એજન, પૃ. ૩૯૭-૩૯૮; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ; પૃ. ૩૭૪; રાજસ્થાન કે જૈન સન્ન : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૩; તેમાંથી એકનો હિંદી અનુવાદ જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તાથી પ્રકાશિત થયો છે.
૫. એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org