________________
૨૯૨
શ્રેય પિતાને છે એમ કહ્યું જ્યારે મયનાએ કહ્યું કે ધર્મને. રાજાએ સુરસુન્દરી ઉપર પ્રસન્ન થઈ તેના લગ્ન શંખપુરના રાજા અરિમર્દન સાથે કરાવી દીધા જ્યારે બીજી મયના ઉપર ક્રોધે ભરાઈ તેના લગ્ન કોઢિયા રાજપુત્ર શ્રીપાલ સાથે કરાવી દીધા.
જૈન કાવ્યસાહિત્ય
શ્રીપાલ ચમ્પાપુરનો રાજપુત્ર હતો. બચપણમાં જ તેના પિતાનું મરણ થવાથી મંત્રીએ અને તેની પાસેથી છીનવી લઈને કાકા અજિતસેને રાજ્ય સંભાળ્યું અને માદીકરાને ખતમ કરી દેવાનું ષડયંત્ર રચ્યું. તેથી મા-દીકરો બન્ને ભાગી નીકળ્યા અને ૭૦૦ કોઢિયાઓના ગામમાં શરણ લીધું. ત્યાં શ્રીપાલને પણ કોઢ થઈ ગયો. માતા ઉપચાર માટે તેને ઉજ્જયિની લઈ ગઈ. કોઢિયાઓએ શ્રીપાલને પોતાના મુખી તરીકે ચૂંટી કાઢ્યો હતો અને તેના લગ્ન માટે તે લોકોએ રાજા પાસે મયનાસુન્દરીનો હાથ માંગ્યો. રાજા પોતાની પુત્રી મયનાના લગ્ન તેની સાથે કરાવી દે છે. મયનાસુન્દરી તેને પોતાનાં કર્મોનું ફળ માને છે અને તેના નિવારણ માટે સિદ્ધચક્રની પૂજા કરે છે અને બધા કોઢિયાઓનો કોઢ મટી જાય છે.
કેટલોક સમય ત્યાં રહી શ્રીપાલ પત્ની પાસેથી અનુમતિ લઈ યશ અને સંપત્તિ કમાવા માટે વિદેશ જાય છે. ત્યાં અનેક રાજકુંવરીઓ સાથે લગ્ન કરે છે, વ્યાપારમાં ભાગીદાર ધવલ શેઠ દ્વારા છળકપટથી સમુદ્રમાં પાડી દેવા છતાં બચી જાય છે અને તે શેઠના અનેક કપટપ્રપંચોથી બચતો શ્રીપાલ સંપત્તિ-વિપત્તિ વચ્ચેની ડામાડોળ દશાને પાર કરી પોતાની પત્નીઓ સાથે પાછો ઉજ્જૈન આવી જાય છે. પછી પોતાની મા અને પત્ની મયનાને મળીને અંગદેશ ઉપર આક્રમણ કરે છે. કાકા અજિતસેનને હરાવે છે, અજિતસેન દીક્ષા લઈ લે છે. અને શ્રીપાલ રાજસુખ ભોગવે છે. એક દિવસ તે જ મુનિ પાસેથી પોતાના પૂર્વજન્મની કથા સાંભળી જાણી લે છે કે પોતે કેટલોક કાળ કર્મફળ ભોગવી ૯મા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે.
દિગંબર પરંપરાના કથાનક અનુસાર રાજા પહુપાલને એક રાણી હતી અને તેને બે પુત્રીઓ હતી સુરસુન્દરી અને મયણા. બન્નેની શિક્ષા અલગ અલગ થાય છે. સુરસુન્દરીના લગ્ન કૌશામ્બીના રાજા શૃંગારસિંહ સાથે થાય છે અને મયણાના કોઢિયા શ્રીપાલ સાથે. (શ્રીપાલને કોઢ તો રાજા થયા પછી થાય છે). તે કોઢને કારણે ૧૨ વર્ષથી પ્રવાસમાં હતા. મયણા સિદ્ધચક્રવિધિથી તેના કોઢનું નિવારણ કરે છે. ત્યાર પછી બે વિદ્યાઓ પ્રાપ્ત કરી શ્રીપાલ વિદેશયાત્રાએ જાય છે. ત્યાં સમુદ્રમાં પતન વગેરે કપટપ્રયુક્તિઓમાંથી બચી ક્રમશઃ ૪૦૦૦ રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે. પાછા આવીને પોતાના કાકા વીરદમન પાસેથી રાજ છીનવી સુખભોગ કરે છે. પછી એક મુનિ પાસેથી પોતાના પૂર્વભવની વાતો સાંભળી તે મુનિ બની જાય છે અને તપસ્યા કરી મોક્ષે જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org