________________
૨૬૨
(સં.૧૬૫૪), કાર્તિકશુક્લપંચમીકથા (અપરનામ જ્ઞાનપંચમીકથા, સૌભાગ્યપંચમીકથા, વરદત્તગુણમંજરીકથા - સં. ૧૬૫૫), સુરપ્રિયમુનિકથા (સં.૧૯૫૬), રોહિણ્યશોકચન્દ્રનૃપકથા (સં.૧૬૫૭), અક્ષયતૃતીયાકથા (ગદ્ય), દીપાલિકાકલ્પ (પ્રાકૃત), રત્નાકરપંચવિંશતિકાટીકા અને મૃગસુન્દરીકથા (સં. ૧૬૬૭).
૩
ઉપદેશપ્રાસાદ – એ એક વિશાળ કથાકોશ છે. તેમાં ૨૪ સ્તંભ છે. પ્રત્યેક સ્તંભમાં ૧૫-૧૫ વ્યાખ્યાન છે. આમ બધાં મલીને કુલ ૩૬૦ વ્યાખ્યાન થાય છે. આ ગ્રન્થની પ્રાસાદ સંજ્ઞાની સિદ્ધિ માટે ૩૬૧મું વ્યાખ્યાન કહેવામાં આવ્યું છે. તેમાં કુલ મળીને દૃષ્ટાન્તકથાઓ ૩૪૮ છે તથા ૯ પર્વકથાઓ આપવામાં આવી છે.
જૈન કાવ્યસાહિત્ય
વિષયની દૃષ્ટિએ પ્રથમ ચાર સ્તંભોમાં સમ્યક્ત્વના પ્રકારોનું વર્ણન છે, પથી ૧૨ સ્તંભોમાં શ્રાવકના બાર વ્રતોનું વર્ણન છે, ૧૩મામાં જિનપૂજા, તીર્થયાત્રા અને નવકારજાપનું મહત્ત્વ દર્શાવ્યું છે, ૧૪મામાં તીર્થંકરોના પાંચ કલ્યાણક, દીપોત્સવ વગેરેનું વર્ણન છે, ૧૫થી ૧૭માં જ્ઞાનપંચમી વગેરે પર્વોનું વર્ણન છે, ૧૮મામાં જ્ઞાનાચારનું, ૧૯મામાં તપાચારનું અને ૨૦મામાં વીર્યાચારનું વર્ણન છે, ૨૧થી ૨૩માં જ્ઞાનસાર ગ્રન્થનાં ૩૨ અષ્ટકો તથા પ્રકીર્ણ વિષયોનું નિરૂપણ છે, અને ૨૪મામાં અનેક વિષયોનું નિરૂપણ છે. આ વિષયોના વિવેચનમાં દૃષ્ટાન્ત તરીકે જે કથાઓ આપવામાં આવી છે તેમનાથી આ કથાકોશ વિશાળ બની ગયો છે. આમાં અનેક પૌરાણિક, ઐતિહાસિક, આચાર સંબંધી તથા જનપ્રિય કથાઓ જોવા મળે છે. જૈન શ્રાવકો માટે આ કૃતિ બહુ મહત્ત્વની છે.
આ કથાઓમાંથી પર્વો સંબંધી કથાઓને ‘પર્વકથાસંગ્રહ’૪ નામથી અલગથી પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં આષાઢ-ચાતુર્માસિક, દીપાલવી, કાર્તિકપ્રતિપદા, જ્ઞાનપંચમી, કાર્તિકી પૂર્ણિમા, મૌન એકાદશી, રોહિણી-હુતાશની વગેરે પર્વોની કથાઓ આપવામાં આવી છે.
૧. પ્રકાશિત
૨. બન્ને પ્રકાશિત
૩. જૈનધર્મ પ્રસારક સભા, ગ્રન્થ સં. ૩૩-૩૬, ભાવનગર, ૧૯૧૪-૧૯૨૩; ત્યાંથી જ પાંચ ભાગોમાં ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે.
વિ.સં.૨૦૦૧;
૪. ચારિત્રસ્મારક ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૩૪, અમદાવાદ, સૌભાગ્યપંચમ્યાદિપર્વકથાસંગ્રહ' નામથી હિન્દી જૈનાગમ પ્રકાશક સમિતિ કાર્યાલય, કોટાથી વિ.સં.૨૦૦૬માં પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org