________________
કથાસાહિત્ય
૨૮૫
પછીના જન્મોમાં માતા-પુત્ર બન્ને ક્રમશઃ સાપ અને નોળિયો, મગર અને મત્સ્ય, બકરી અને બકરીપુત્ર, પાડો અને બકરો, બે મરઘા બન્યાં. એક વખત મુનિનો ઉપદેશ સાંભળી બન્ને મરઘાને જાતિસ્મરણ થયું અને તે બન્ને મોટી બાંગ પોકારવા લાગ્યા. રાજા યશોધરના પુત્રે (તત્કાલીન રાજા) પોતાની રાણીને પોતાનું શબ્દધિત્વ દિખાડવા તે મરઘાઓ ઉપર બાણ છોડ્યાં જેના પરિણામે બન્ને મરઘા મરી ગયા અને પછી તે જ રાજાના પુત્ર-પુત્રી યુગલ - અભયરુચિ અને અભયમતી રૂપે જન્મ્યા.
એક વાર નગરના એક જિનાલયમાં સુદત્તાચાર્ય મુનિ આવ્યા. રાજાએ તેમને અમંગલ રૂપ માની તેમના ઉપર ક્રોધ કરવા વિચાર્યું પરંતુ એક વ્યક્તિ પાસેથી તેમનો પરિચય જાણી તથા તેમનો ઉપદેશ સાંભળી અને પોતાના પિતામહ, પિતામહી તથા પિતા વગેરેના પૂર્વજન્મનો વૃત્તાન્ત સાંભળી યશોધર વિરક્ત થઈ ગયા અને દીક્ષા લઈ સાધુ થઈ ગયા. અભયરુચિ અને અભયમતીએ પણ પોતાનાં પૂર્વજન્મોની દશાઓ સાંભળી ક્ષુલ્લકવ્રતો ગ્રહણ કરી લીધાં.
આ બધો વૃત્તાન્ત સાંભળી મારિદત્ત તે ક્ષુલ્લક યુગલના ગુરુ પાસે ગયો અને સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી. તેના પુત્રે પણ રાજ્યમાં હિંસાનો નિષેધ કર્યો.
આ યશોધરકથાનક કુંભારના ચક્રની જેમ રજૂ કરવામાં આવ્યું છે, જે મારિદત્ત અને ક્ષુલ્લક યુગલના પરસ્પર વાર્તાલાપથી શરૂ થાય છે અને તે બન્નેના વાર્તાલાપથી સમાપ્ત થાય છે.'
ઉપર્યુક્ત કેટલીય રચનાઓમાં મારિદત્તનું આખ્યાન પ્રારંભમાં ન આપતાં ગ્રન્થાત્તે આપ્યું છે.
ઉપલબ્ધ રચનાઓમાં હરિભદ્રસૂરિકૃત સમરાઈઐકહામાં આવેલી યશોધરકથા પરવર્તી રચનાઓનું ઉપજીવ્ય રહી છે. પરંતુ તેનાં પાત્રો પરવર્તી કથાઓમાં પરિવર્તિત રૂપમાં મળે છે તથા તેમાં અનેક ઘટનાઓ ઉમેરવામાં આવી છે. હરિભદ્ર કથાના નાયક-નાયિકા તરીકે યશોધર-નયનાવલિ નામો આપ્યાં છે. ત્યાં મારિદત્તનું આખ્યાન નથી, અને ન તો ચંડમારીદેવીની સમક્ષ પૂર્વનિયોજિત નરબલિની ઘટના છે. સમરાઈઐકહામાં અભયમતી અને અભયરુચિ બન્ને જુદા જુદા દેશનાં રાજકુમારરાજકુમારી છે, કારણવશ તે બન્નેએ વૈરાગ્ય ધારણ કરેલ છે. ત્યાં તેમને ભાઈબહેન તરીકે માનવામાં નથી આવ્યાં. સમરાઈઐકહામાં યશોધરકથા આત્મકથાના રૂપમાં મળે છે. ત્યાં યશોધર પોતાની કથા ધન નામની વ્યક્તિ માટે કહે છે અને નહિ કે અભયમતી, અભયરુચિ અને મારિદત્ત માટે. ૧. જુઓ, ડૉ. રાજારામ જૈનનો લેખ “યશોધરકથાનો વિકાસ', જૈન સિદ્ધાન્ત ભાસ્કર,
ભાગ ૨૫, કિરણ ૨, પૃ. ૬૨-૬૯, આરા, ૧૯૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org