________________
૨૮૪
જેન કાવ્યસાહિત્ય
યશોધરચરિતની કથાનો સાર – એક વાર રાજપુરના રાજા મારિદત્ત ચંડમારીદેવીના મંદિરમાં બધી જાતના પ્રાણીઓની જોડીઓની બલિ ચડાવવાનું અનુષ્ઠાન કરે છે જેથી તેને લોકવિજય કરનારી તલવાર પ્રાપ્ત થાય. ત્યાં નરનારી તરીકે બલિ માટે મુનિકુમાર અભયરુચિ અને અભયમતી (સહોદર ભાઈબહેન)ને પકડીને લાવવામાં આવ્યાં. તે બન્ને એક મુનિસંઘના સદસ્ય હતાં અને ભિક્ષા માટે નગરમાં આવ્યાં હતાં. તેમને જોઈ મારિદત્તનું ચિત્ત કરુણાથી દ્રવી ઊડ્યું અને તેણે તેમનો પરિચય પૂછ્યો. તે બન્નેએ પોતાના વર્તમાન જન્મનો સીધો પરિચય ન આપતાં પોતાના પૂર્વભવોની કથા સંભળાવી અને અંતે કહ્યું કે તે બન્ને તે રાજાના ભાણી-ભાણિયો છે. અભયરુચિએ બલિ માટે લાવવામાં આવેલા અનેક જીવોને જોઈ હિંસાની કઠોર નિંદા કરી અને પોતાના પૂર્વજો સાથે સંબંધ ધરાવતી, જીવતા મરઘાની જ નહિ પરંતુ લોટના બનાવેલા મરઘાની બલિ ચડાવવાથી અને તેને ખાવાથી કેવાં દારુણ ફળો જન્મોજન્મ ભોગવવાં પડે છે તેની અભુત કથા નીચે પ્રમાણે કહી :
અભયરુચિએ કહ્યું કે આઠ પૂર્વભવોની આ કથા છે. પહેલા ભવમાં તે ઉજ્જયિનીનો યશોધર નામનો રાજા હતો. તેની રાણી એક રાતે કુબડા, કુરૂપ મહાવતનું ગાન સાંભળી તેના ઉપર આસક્ત થઈ ગઈ અને તેની સાથે પ્રેમસંબંધ બાંધી રાતના પાછલા ભાગમાં તેની સાથે કામક્રીડા કરવા લાગી. એક વાર રાતે આ કૃત્યને રાજાએ પોતે પોતાની નજરે જોયું પરંતુ કુલનિંદાના ભયને કારણે તે બને તે મારી ન શક્યો અને ચૂપચાપ સૂઈ ગયો. સવારે બહુ ભારે હૃદયે અને ઉદાસીનતાપૂર્વક તે પોતાની માતાને મળ્યો અને ઉદાસીનતાનું કારણ એક દુઃસ્વપ દર્શાવ્યું જેમાં તેણે પોતાની રાણીના દુશ્ચરિત્રનો આભાસ આપ્યા પરંતુ તે સમજી ન શકી અને દુઃસ્વપ્રના વારણ માટે તેણે દેવીને માટે બકરીના બચ્ચાનો બલિ ચડાવવા કહ્યું. પરંતુ તેણે તેમ કરવા ઈનકાર કરી દીધો પરંતુ માતાના અતિ આગ્રહને કારણે લોટના બનાવેલા મરઘાનો બલિ ચડાવ્યો. તો પણ આ હિંસા અને રાણીના વ્યભિચારને કારણે તેનું દિલ એટલું બધું હલી ઊઠ્યું કે તેણે રાજપાટ ત્યાગી તપસ્યા કરવા ઈચ્છા કરી. પરંતુ રાણીએ તેને આગ્રહ કર્યો કે તે તેમ કરે તે પહેલાં દેવીનો પ્રસાદ લે, અને પછી તેને તથા તેની માને વિષમિશ્રિત લાડુ ખવડાવી રાણીએ મારી નાખ્યાં. માતા અને પુત્ર મરીને ક્રમશ કૂતરો અને મોર થયા. બન્ને સંયોગવશ તે જ મહેલમાં ભેગા થયા. મોરે રાણી સાથે સંભોગ કરતા કુબડાની આંખ ફોડી નાખવા વિચાર્યું પરંતુ રાણીએ મોરને અધમૂઓ કરી નાખ્યો અને કૂતરો તેને ખાઈ ગયો. રાજપુત્રે ગુસ્સે થઈ કૂતરાને મારી નાખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org