________________
૨૮૨
જેન કાવ્યસાહિત્ય
સીધી ટક્કરમાં જિનરાજ મકરધ્વજને હરાવે છે. મકરધ્વજની પત્નીઓ તેના પ્રાણોની ભીખ માગે છે એટલે શુક્લધ્યાનવીર મકરધ્વજને પોતાના રાજ્યની સીમાની બહાર ધકેલી દે છે.
મકરધ્વજ આપઘાત કરી જોતજોતામાં અનંગ બની અદશ્ય થઈ જાય છે. તે પછી જિનરાજ સિદ્ધસેનની પુત્રી મુક્તિ સાથે લગ્ન કરવા માટે કર્મધનુષને તોડી મોક્ષપુર રવાના થાય છે.
આ કથાનક ઉપર મદનપરાજય નામની કેટલીય કૃતિઓ રચાઈ છે. તેમાં હરિદેવકવિકૃત અપભ્રંશ રચના પ્રસિદ્ધ છે. તેના આધારે સંસ્કૃતમાં નાગદેવે મદનપરાજ્યનું સર્જન કર્યું છે. જિનરત્નકોશમાં જિનદેવે અને ઠાકુરદેવે રચેલાં મદનપરાજયોનો ઉલ્લેખ મળે છે.
સંસ્કૃત મદનપરાજયના કર્તા કવિ નાગદેવે કૃતિના અંતે પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તે દક્ષિણ ભારતના હતા. તે સોમકુલમાં જન્મ્યા હતા. તે કુળમાં અનેક કવિ અને વૈદ્ય થયા હતા. તેમના પિતા શ્રીમલ્લગિ અપભ્રંશ મયણપરાજયચરિઉના કર્તાના પ્રપૌત્ર હતા. ઉક્ત અપભ્રંશ રચનામાં જ્યાંત્યાં ભાષા, શૈલી, વિષયવર્ણન અને પ્રસંગયોજનામાં પરિવર્તન કરીને નવું રૂપ આપીને સંસ્કૃત મદનપરાજયચરિતની રચના કરવામાં આવી છે. તેને કર્તાએ એવી રીતે રજૂ કર્યું છે જાણે કે કોઈ નાટક હોય. પરંતુ મદનપરાજય ન તો નાટક છે કે ન તો નાટકીય શૈલીમાં રચાયેલી કૃતિ. તેમાં કવિએ મનોહારી રૂપકોની એટલી બધી યોજના કરી છે કે આપણે તેને રૂપકભંડાર કહીએ તો પણ અત્યુક્તિ નહીં થાય. તેને પંચતંત્ર અને સમ્યક્તકૌમુદીની શૈલી ઉપર સર્જવામાં આવેલ છે. તેથી તેમાં અનેક સુભાષિતો અને સૂક્તિઓ ભરપૂર છે.
મદનપરાજયનો રચનાકાળ આપ્યો નથી પરંતુ તેની એક હસ્તપ્રત વિ.સં. ૧૫૭૩ની મળી છે. તેથી તે પહેલાંની આ રચના હોવી જોઈએ.
યશોધરચરિત્ર- અહિંસાનું માહાભ્ય તથા હિંસા અને વ્યભિચારનું દુષ્પરિણામ દર્શાવવા યશોધર નૃપની કથા પ્રાચીન કાળથી જૈન કવિઓને બહુ જ પ્રિય રહી છે. તેના ઉપર પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાં સાધારણથી શરૂ કરી ઉચ્ચ કોટિની ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૦ ૨. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી અપભ્રંશ અને સંસ્કૃત બન્ને મદનપરાજય પ્રકાશિત થયા છે. બન્નેની ભૂમિકાઓ મહત્ત્વપૂર્ણ છે. ડૉ. હીરાલાલ જૈને અપભ્રંશ રચનાની ભૂમિકામાં પ્રતીક કથાસાહિત્યનો સારો પરિચય આપ્યો છે. આ ભૂમિકા અનેક બાબતોમાં બહુ જ ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org