________________
૨૮૦
આવ્યું છે અને ભવચક્ર નાટકનાં તે જ યથાર્થ પાત્રો છે, તેમને જ કવિ શ્રાવકોની સમક્ષ ખુલ્લાં કરી મૂકવા માંગે છે.
સિદ્ધર્ષિનું કહેવું છે કે વાચકોને આકર્ષવા માટે તેમણે રૂપકની ગૂંથણી કરી છે અને તે કારણે જ તેમણે પ્રાકૃતમાં ગ્રન્થ ન રચતાં સંસ્કૃતમાં તેની રચના કરી છે. તેનું કારણ એ છે કે પ્રાકૃત અશિક્ષિતોને માટે છે જ્યારે શિક્ષિત લોકોની મિથ્યા માન્યતાઓનું ખંડન કરવા માટે અને તેમને સમ્યક્ મતમાં લાવવા માટે સંસ્કૃત ઉચિત છે. તેમનું કહેવું છે કે તે પોતે એવી સંસ્કૃત લખશે જે બધાંને સમજાય. વાસ્તવમાં ભાષા બહુ મૃદુ અને સ્વચ્છ છે, ક્યાંય ન તો લાંબા લાંબા શબ્દો છે કે ન તો અસ્પષ્ટતાનો દોષ છે. સંસ્કૃતમાં ગ્રન્થ લખનાર અન્ય ગ્રન્થકારો કરે છે તેમ સિદ્ધર્ષિએ પણ પ્રાકૃત શબ્દોને અને પ્રચલિત ભાવ પ્રગટ કરનાર શબ્દોને અપનાવી લીધા છે.
જૈન કાવ્યસાહિત્ય
જૈનોમાં આ કાવ્યની સર્વપ્રિયતા એટલા ઉપરથી જ પ્રગટ થાય છે કે ગ્રન્થ રચાયાના સો વર્ષ પછી જ તેમાંથી ઉદ્ધરણો લેવાવા લાગ્યાં અને તેનાં સંક્ષેપો થવા લાગ્યા.૧
કહી શકાતું નથી કે તેનો પાશ્ચાત્ય દેશોમાં પ્રભાવ પડ્યો કે નહિ પરંતુ તેને વાંચી અંગ્રેજ કવિ જોન બનયનના રૂપક (allegory) Pilgrims Progressનું સ્મરણ થાય છે. તેનો વિષય પણ સંસારીનું ધર્મયાત્રા દ્વારા ઉત્થાન જ છે અને અનેક બાબતોમાં ઉપમિતિભવપ્રપંચાકથા સાથે મેળ ધરાવે છે પરંતુ તે ન તો આકારમાં કે ન તો ભાવોમાં ઉપમિતિકથાની તુલનામાં આવી શકે છે.
કથાકર્તા અને રચનાકાળ – આ કથાના અંતે એક પ્રશસ્તિ આપવામાં આવી છે. તેમાંથી જાણવા મળે છે કે પ્રસ્તુત કથાની રચના આચાર્ય સિદ્ધર્ષિએ વિ.સં.૯૬૨
૧. જિનરત્નકોશ, પૃ. ૫૪; સં. ૧૦૮૮માં વિદ્યમાન વર્ધમાનસૂરિએ (જિનેશ્વરસૂરિના ગુરુ)
૧૪૬૦ ગ્રન્થાગ્રપ્રમાણ ‘ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય'; સં. ૧૨૯૮માં દેવેન્દ્રસૂરિએ (ચન્દ્રગચ્છના ચન્દ્રસૂરિના શિષ્ય) શ્લોકોમાં ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્વાર; દેવસૂરિએ ૨૩૨૪ ગ્રન્થાગ્રપ્રમાણ ઉપમિતિભવપ્રપંચોદ્વાર (ગદ્ય) તથા હંસરત્ને ઉપમિતિભવપ્રપંચાકથોદ્ધારની રચના કરી છે. આ બધીમાં દેવેન્દ્રસૂરિની રચના અતિ ઉત્તમ છે. તેમાં સાર મૂલ કથાની સાથે સાથે ચાલે છે. ન તો તેમાં કંઈ છોડી દેવામાં આવ્યું છે કે ન તો કંઈ નવીન ઉમેરવામાં આવ્યું છે. તેના પણ સંશોધક પ્રદ્યુમ્નસૂરિ છે. કેશરબાઈ જ્ઞાનમંદિર, પાટણ (ગુજરાત), વિ.સં.૨૦૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org