________________
કથાસાહિત્ય
તેમ કરી હું તટે પહોંચ્યો અને દુર્દશામાં જ્યાંત્યાં ભટકવા લાગ્યો. એક વાર જ્યારે હું ધન દાટવા ઈચ્છતો હતો ત્યારે મને એક વૈતલ ખાઈ ગયો. પુનઃ નરક અને તિર્યંચ લોકમાં ભ્રમણ કરીને હું ધનવાહન નામે રાજકુમાર થયો અને મારા પિતરાઈ ભાઈ અકલંક સાથે ઉછરવા લાગ્યો. અકલંક ધર્માત્મા જૈન બની ગયો અને તેના દ્વારા હું સદાગમ આચાર્યના સંપર્કમાં આવ્યો. પરંતુ મહામોહ અને પરિગ્રહ સાથે મારી દોસ્તી થઈ ગઈ અને હું તેમનાથી પૂરેપૂરો વશીભૂત થઈ ગયો. પરિણામે હું નિર્દય શાસક બની ગયો પરંતુ મારી દુર્નીતિને કારણે મને રાજગાદી પરથી ઉઠાડી મૂક્યો અને હું દુ:ખી બની મરી ગયો. મેં ફરી નરક અને તિર્યક્ લોકનું ભ્રમણ કર્યું. ત્યાર બાદ સાકેત નગરીમાં અમૃતોદર નામનો મનુષ્ય થયો, અને સંસારી જીવનના ઉચ્ચ સ્તર ઉપર ચાલવા લાગ્યો. એક જન્મમાં રાજા ગુણધારણ બન્યો. આ જન્મમાં સદાગમ અને સમ્યગ્દર્શન સાથે મારી મિત્રતા બંધાઈ. પરિણામે હું ધર્માત્મા શ્રાવક અને સારો શાસક બન્યો અને મારાં લગ્ન ક્ષમા, મૃદુતા, ઋજુતા, સત્યા, શુચિતા આદિ કુમારીઓ સાથે થયાં, તેથી મેં ન્યાયનીતિથી રાજ્ય કર્યું ને છેવટે મુનિવ્રત ધારણ કરી મરીને દેવ થયો. ફરી પાછો મનુષ્ય તરીકે જન્મ્યો. હવે હું તે જ સંસારી જીવ અનુસુન્દર સમ્રાટ્ છું. આ વખતે મહામોહનો મારા ઉપર કોઈ પ્રભાવ નથી. સદાગમ અને સમ્યગ્દર્શન જ મારા અન્તરંગ મિત્રો છે. આ વખતે બધાંના કલ્યાણ માટે મારા પોતાના અનુભવો સંભળાવવા ચોરના રૂપમાં હું ઉપસ્થિત થયો છું અને પુનર્જન્મોના ચક્રને કહું છું.
તે પછી તે સંસારી જીવ પોતાનું વૃત્તાન્ત સંભળાવી ધ્યાનમગ્ન બની ગયો અને શરીર છોડી ઉત્તમ સ્વર્ગમાં દેવ થયો.
૨૭૯
મહતી કથાનો આ અતિ સંક્ષિપ્ત સાર છે. મૂળમાં સમસ્ત વૃત્તાન્ત વિસ્તારથી સરળ, સરસ અને સુંદર સંસ્કૃત ગદ્યમાં અને ક્યાંક ક્યાંક પદ્યમાં વર્ણવવામાં આવ્યો છે. તેમાં વચ્ચે કેટલાંક મોટાં અને કેટલાંક નાનાં પદો આવ્યાં છે અને પ્રત્યેક અધ્યાયની સમાપ્તિ થતાં મોટા મોટા છન્દો પણ જોવા મળે છે. તેમાં અન્ય ભારતીય આખ્યાનોની જેમ જ મૂળ કથાનકના માળખામાં અનેક ઉપકથાઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ મૂળ કથા રૂપક (allegory) યા રૂપકોના રૂપમાં છે કારણ કે તેમાં ન કેવળ પ્રધાન કથાનક પરંતુ અન્ય ગૌણ કથાનકો પણ રૂપકના રૂપમાં જ છે. પરંતુ તેમાં રૂપકનાં લક્ષણોનું બરાબર પાલન કરવામાં આવ્યું નથી. કવિ પોતે બે પ્રકારની વ્યક્તિઓમાં ભેદ કરે છે. એક તો નાયકના બાહ્ય મિત્રો અને બીજા અન્તરંગ મિત્રો, અન્તરંગ મિત્રોને જ વ્યસ્યાત્મક અને મૂર્તાત્મક રૂપ આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org