________________
કથાસાહિત્ય
૨૮૧
જયેષ્ઠ સુદી પંચમી ગુરુવારના દિવસે કરી હતી. પ્રશસ્તિ અનુસાર તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે : નિવૃત્તિકુલમાં સૂરાચાર્ય થયા, તેમના શિષ્ય જ્યોતિષ અને નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા દેલમહત્તર, તેમના શિષ્ય દુર્ગસ્વામી. આ દુર્ગસ્વામી ગૃહસ્થાવસ્થામાં ધની, કીર્તિશાળી બ્રાહ્મણ હતા અને તેમનો સ્વર્ગવાસ ભિલ્લમાલમાં થયો હતો. તેમના શિષ્ય સિદ્ધર્ષિ થયા. દુર્ગસ્વામી અને સિદ્ધર્ષિ બન્ને ગુરુ-શિષ્યને દીક્ષા ગર્ગર્ષિએ આપી હતી. આ વાત સિદ્ધર્ષિએ નથી કહી. પરંતુ તેમણે હરિભદ્રની સ્તુતિ ખૂબ કરી છે અને તેમને પોતાના “ધર્મનોધરો ગુરુ માન્યા છે. આના ઉપરથી કેટલાક વિદ્વાનો એવો મત ધરાવતા થયા કે હરિભદ્રસૂરિ તેમના ગુરુ હતા. પરંતુ બન્ને વચ્ચે કાળનું મોટું અત્તર જોતાં આ માન્યતા અસંભવ છે. સંભવતઃ સિદ્ધર્ષિએ હરિભદ્ર પ્રત્યે સમ્માનનો આટલો બધો ભાવ એટલા માટે પ્રદર્શિત કર્યો છે કે હરિભદ્રની કૃતિઓમાંથી તેમને ઘણી બધી પ્રેરણા મળી હતી, ખાસ કરીને લલિતવિસ્તરા ટીકામાંથી.
આ કથાગ્રન્થ ભિલ્લમાલ નગરના જૈન મંદિરમાં રચાયો હતો અને દુર્ગસ્વામીની ગણા' નામની શિષ્યાએ તેની પ્રથમ પ્રતિ તૈયાર કરી હતી.
સિદ્ધર્ષિનું ચરિત પ્રભાવક ચરિત(૧૪)માં પણ આપવામાં આવ્યું છે. તેમાં સિદ્ધર્ષિને માઘના પિતરાઈ ભાઈ કહેવામાં આવ્યા છે પરંતુ આ વાતમાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી.
રૂપકાત્મક ધર્મકથા ઉપર સંસ્કૃતમાં બીજો ગ્રન્થ મદનપરાજય છે.
મદનપરાજય – કામ, મોહ, જિન, મોક્ષ આદિને મૂર્તિમાન પાત્રોનું રૂપ આપીને એક લઘુકાવ્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેમાં જિનદેવ દ્વારા કરવામાં આવેલા કામદેવના પરાજયનું ચિત્રણ છે.
કથાવસ્તુ – ભાવનગરના રાજા મકરધ્વજ એક વાર પોતાના પ્રધાન સેનાપતિ મોહ દ્વારા એ જાણે છે કે જિનરાજના લગ્ન મુક્તિ કન્યા સાથે થવાના છે, એટલે તે લગ્ન રોકવા માટે મકરધ્વજ મુક્તિ કન્યા પાસે પોતાની પત્નીઓ રતિ અને પ્રીતિને મોકલે છે અને જિનરાજ પાસે રાગ અને દ્વેષને મોકલે છે. પરંતુ તે પોતાના પ્રયત્નમાં સફળ થતો નથી અને જિનરાજ તેના દૂતોને કાઢી મૂકે છે. આ બાજુ મકરધ્વજનો સેનાપતિ મોહ અને પેલી બાજુ જિનરાજનો સેનાપતિ સંવેગ તૈયારી કરી ચડાઈ કરે છે. બંનેની સેનાઓ એકબીજીનો સામનો કરે છે, યુદ્ધ થાય છે.
१. संवत्सरशतनवके द्विषष्टिसहितेऽतिलंधिते चास्याः ।
ज्येष्ठे सितपञ्चम्यां पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ।। ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org