________________
૨૭૮
જેન કાવ્યસાહિત્ય
તેને મોકલાય છે ત્યારે “પ્રજ્ઞાવિશાલા” દયા લાવી તેને સદાગમ આચાર્યના આશ્રયે લાવી દે છે. ત્યાં તે મુક્ત થઈ પોતાની કથા નીચે મુજબ કહે છે –
હું સૌપ્રથમ સ્થાવર લોકમાં વનસ્પતિ રૂપે.પેદા થયો અને “એકેન્દ્રિય નગરમાં રહેવા લાગ્યો અને ત્યાં પૃથ્વીકાય, જલકાય આદિ ગૃહોમાં ક્યારેક અહીં તો ક્યારેક તહીં રહેવા લાગ્યો. ત્યાર પછી નાના કીડા-મકોડા અને મોટા હાથી વગેરે તિર્યંચોમાં (ત્રલોકમાં) જભ્યો અને ભટક્યો. બહુ વખત સુધી દુઃખ ભોગવીને અંતે મનુષ્ય પર્યાયમાં રાજપુત્ર નદિવર્ધન થયો. જો કે મારો એક અદષ્ટ મિત્ર પુણ્યોદય' હતો, જેનો હું આ સફળતાઓ માટે કૃતજ્ઞ છું, પરંતુ એક બીજા મિત્ર વૈશ્વાનરને કારણે હું માર્ગ ભૂલી ગયો. પરિણામે સારા સારા ગુરુઓ અને ઉપદેશોના બોધની મારા ઉપર કોઈ અસર ન થઈ. વૈશ્વાનરનો પ્રભાવ વધતો જ ગયો અને છેવટે તેણે રાજા દુબુદ્ધિ અને રાણી નિષ્કરુણાની પુત્રી “હિંસા' સાથે મારું લગ્ન કરાવી દીધું. આ કુસંગતિથી મેં ખૂબ શિકાર ખેલ્યા અને અસંખ્ય જીવોનો શિકાર કર્યો. ચોરી, ધૃત આદિ વ્યસનોમાં પણ મેં કુખ્યાતિ પ્રાપ્ત કરી. યોગ્ય સમયે હું મારા પિતાનો ઉત્તરાધિકારી રાજા બન્યો. આ દર્પમાં મેં અનેક ઘોર કર્મ કર્યા, એટલે સુધી કે એક રાજદૂતને તેના માતા-પિતા, સ્ત્રી, બંધુ અને સહાયકો સાથે મરાવી નાખ્યો. એક વાર એક યુવક સાથે મારે લડાઈ થઈ અને અમે બન્નેએ એકબીજાને વીંધી મારી નાખ્યા. પછી અમે બન્ને અનેક પાપયોનિઓમાં ઉત્પન્ન થયા અને પાછળ સિંહ-મૃગ, બાજ-કબૂતર, અહિ-નકુલ આદિ રૂપે એકબીજાના ભક્ષ્ય-ભક્ષક બનતા રહ્યા. પછી હું રિપુદારુણ નામનો રાજકુમાર થયો તથા શૈલરાજ (દર્પ) અને મૃષાવાદ મારા મિત્ર બન્યા. તેમના પ્રભાવના કારણે મને પુણ્યોદયને મળવાનો અવસર ન મળ્યો. પિતાના મૃત્યુ પછી હું રાજા બન્યો. મેં પૃથ્વીના સમ્રાટની આજ્ઞા માનવાનો ઈન્કાર કરી દીધો. એક વાર એક જાદૂગરે મને ઉતારી પાડ્યો અને મારા જ સેવકોએ મારો વધ કરી નાખ્યો. મારાં પોતાનાં દુષ્કૃત્યોને પરિણામે હું પછીના જન્મોમાં નરક-તિર્યંચ યોનિઓમાં ભટકી છેવટે મનુષ્યગતિમાં જન્મ્યો અને શેઠ સોમદેવનો પુત્ર વામદેવ બન્યો. “મૃષાવાદ, માયા અને તેય' મારા મિત્રો બન્યા. એક શેઠને ત્યાં ચોરી કરવાને કારણે મને ફાંસી થઈ અને હું પાછો નરક અને તિર્યંચ લોકમાં ભટક્યો. હું ફરી એક વાર શેઠના પુત્ર તરીકે જમ્યો. આ વખતે “પુણ્યોદય' અને “સાગર' (લોભ) મારા મિત્ર બન્યા. સાગરની મદદથી હું અતુલ ધનરાશિ કમાયો. મેં એક રાજકુમાર સાથે દોસ્તી કરી, તેની સાથે સમુદ્રયાત્રા કરી અને લોભવશ તેને મારી તેનું ધન પડાવી લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમુદ્રદેવતાએ તેની રક્ષા કરી અને મને સમુદ્રમાં ફેંકી દીધો. ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org