________________
કથાસાહિત્ય
૨૭૩
કથાઓના સારા સંગ્રહ રૂપ છે. અહીં અમે કેટલીકનો પરિચય આપીએ છીએ.
૧. ધર્મપરીક્ષા – આ પ્રાકૃત ગાથાઓમાં રચાયેલી કૃતિ કવિ જયરામે સર્જી છે. તેનો ઉલ્લેખ હરિષેણે પોતાની અપભ્રંશ ધર્મપરીક્ષામાં કર્યો છે અને લખ્યું છે કે પોતાની આ અપભ્રંશ રચના જયરામકૃત ધર્મપરીક્ષા ઉપર આધારિત છે. ૧ જયરામના જીવન અને તેમની કૃતિઓના વિશે અધિક જાણવામાં આવ્યું નથી.
૨. ધર્મપરીક્ષા – આ એક સંસ્કૃત કૃતિ છે. તેમાં ૨૧ પરિચ્છેદ છે. આખી કૃતિ એક સરસ કથાના રૂપમાં શ્લોકબદ્ધ છે. તેમાં શ્લોકોની સંખ્યા ૧૯૪૫ છે. આ કૃતિનું મૂળ પ્રયોજન હરિભદ્રના ધૂર્તાખ્યાનની જેમ અન્ય ધર્મોની પૌરાણિક કથાઓની અસત્યતાને, તેમનાથી વધુ કૃત્રિમ, અસંભવ અને સમાનાન્તર ઉટપટાંગ આખ્યાનો કહીને પુરવાર કરવાનું છે અને તેમનાથી વિમુખ કરી સાચી ધાર્મિક શ્રદ્ધા ઉત્પન્ન કરવાનું છે. અહીં અનેક નાનાંમોટાં કથાનકો આપવામાં આવ્યાં છે, તેમાં ધૂર્તતા અને મૂર્ખતાની કથાઓનું બાહુલ્ય છે. મનોવેગ અને પવનવેગ બે મિત્રોના સંવાદના રૂપમાં કથા ચાલે છે.
કર્તા અને રચનાકાલ – આના રચનાર અમિતગતિ છે. તે કાષ્ઠાસંઘમાથુરસંઘના વિદ્વાન હતા. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે – વીરસેન, તેમના શિષ્ય દેવસેન, દેવસેનના શિષ્ય અમિતગતિ (પ્રથમ), તેમના નેમિષણ, નેમિષણના માધવસેન અને તેમના શિષ્ય અમિતગતિ. તેમની અન્ય રચનાઓ છે : સુભાષિતરત્નસન્દ્રોહ, પંચસંગ્રહ, ઉપાસકાચાર, આરાધના, સામાયિકપાઠ, ભાવનાદ્વાત્રિશિકા, યોગસારપ્રામૃત આદિ.
અમિતગતિ ધારાનરેશ ભોજની સભાનું રત્ન હતા. પ્રસ્તુત કૃતિનું સર્જન કવિએ બે જ મહિનામાં કર્યું હતું. તેનો રચનાકાળ વિ.સં.૧૦૭૦ છે. કેટલાક
૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૯; અગીઆરમી ઑલ ઈન્ડિયા ઓરિ. કોન્ફરન્સ, ૧૯૪૧
(હૈદરાબાદ)માં વંચાયેલો ડૉ. આ. કે. ઉપાધ્યેનો લેખ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; હિન્દી અનુવાદ, જૈન ગ્રન્થ રત્નાકર કાર્યાલય, મુંબઈ, ૧૯૦૮;
જૈન સિદ્ધાન્ત પ્રકાશિની, કલકત્તા, ૧૯૦૮; વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૬૩ આદિમાં સાર આપ્યો છે; એન. મિરોનોવ, ડિ ધર્મપરીક્ષા
ડેસ અમિતગતિ, લિખ્રિગ, ૧૯૦૮. 3. अमितगतिरिवेदं स्वस्य मासद्वयेन ।
प्रथितविशदकीर्तिः काव्यमुद्भूतदोषम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org