________________
૨૭૪
જેન કાવ્યસાહિત્ય
વિદ્વાનોનું અનુમાન છે કે અમિત ગતિએ પોતાની આ કૃતિ જયરામકૃત પ્રાકૃત ધર્મપરીક્ષા યા હરિફેણકત અપભ્રંશ ધર્મપરીક્ષા બેમાંથી કોઈ એકના આધારે રચી છે. કથાનક, પાત્રોનાં નામ વગેરે ધમ્મપરિખા અને ધર્મપરીક્ષાની બિલકુલ સમાન છે.
૩. ધર્મપરીક્ષા – આ ધર્મપરીક્ષા સં. ૧૬૪પમાં તપાગચ્છીય ધર્મસાગરના શિષ્ય પદ્મસાગરગણિએ રચી છે. તેમાં કુલ મળીને ૧૪૭૪ શ્લોક છે, તેમાંથી ૧૨૫૦ તો લગભગ અમિતગતિની ધર્મપરીક્ષામાંથી જેમના તેમ લીધા છે. બન્નેમાં મનોવેગ-પવનવેગની પ્રધાન કથા છે. શ્વેતાંબર સંપ્રદાયમાન્ય કેટલીક વાતોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે પરંતુ અનેક સ્થાને દિગંબરમાન્ય વાતો રહી ગઈ છે.
૪. ધર્મપરીક્ષા – આની રચના તપાગચ્છીય સોમસુંદરના શિષ્ય જિનમંડનગણિએ (૧પમી સદીનો છેલ્લો દશકો) કરી છે. તેનો ગ્રન્થાઝ ૧૮૦૦ શ્લોકપ્રમાણ છે. જિનમંડનની અન્ય કૃતિઓમાં કુમારપાલપ્રબંધ (સં.૧૪૯૨) તથા શ્રાદ્ધગુણસંગ્રહવિવરણ (સં. ૧૪૯૮) મળે છે.
૫. ધર્મપરીક્ષા – આમાં મનોવેગ અને પવનવેગ નામના બે મિત્રોનો સંવાદ અતિ રમણીય છે. પવનવેગ દેવવશે સદ્ધર્મની ભાવનાથી વિમુખ હતો અને અન્યધર્માવલંબી બની ગયો હતો. તેથી મનોવેગે રૂપ બદલી વિદ્વાનોની સભામાં પવનવેગને વિવિધ પ્રકારનાં દૃષ્ટાન્તો દ્વારા પ્રબુદ્ધ કર્યો અને તેને જાત જાતની દલીલો વડે સમજાવી સદ્ધર્મમાં સ્થિર કર્યો. પવનવેગે પણ પોતાની ભૂલોને સુધારી લીધી અને મનોવેગની વાત સ્વીકારી. આ કૃતિમાં સદ્દઅસધર્મનું સારું વિવેચન
૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; દેવચન્દ્રલાલભાઈ પુસ્તકોદ્ધાર, (સં.૧૫), મુંબઈ, ૧૯૧૩;
હેમચન્દ્ર સભા, પાટણ, સં. ૧૯૭૮. ૨. તુલના માટે જુઓ જૈન હિતૈષી, ભાગ ૧૩, પૃ. ૩૧૪ આદિમાં પ્રકાશિત પ. જુગલકિશોર
મુન્નારનો લેખ – ધર્મપરીક્ષા કી પરીક્ષા; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૮૬, ટિપ્પણ પ૧૩. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; જૈને આત્માનન્દ સભા (સં.૯૭), ભાવનગર, સં. ૧૯૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org