________________
૨૭૨
અસાધારણ અનુભવો સંભળાવ્યા, તે અનુભવોનું સમર્થન પણ પુરાણોના અલૌકિક વૃત્તાન્તો દ્વારા કર્યું. પાંચમું આખ્યાન ખંડપાના નામની ધુતારીનું હતું. તેણે પોતાના વૃત્તાન્તમાં અનેક અસંભવ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, તે બધી ઘટનાઓનું સમાધાન ક્રમશઃ તે ધૂર્તોએ પૌરાણિક વૃત્તાન્તો દ્વારા કરી દીધું, પછી તેણે એક અદ્ભુત આખ્યાન કહીને તે બધાને તેણે પોતાના ભાગેડુ નોકરો પુરવાર કર્યા અને કહ્યું કે જો તેના ઉપર વિશ્વાસ હોય તો બધા તેને સ્વામિની માને અને જો વિશ્વાસ ન હોય તો બધા તેને ભોજન દે, તો જ તે બધા પરાજયમાંથી બચી શકશે. તેની આ ચતુરાઈથી ચિકત થઈ બધા ધૂર્તોએ લાચારીથી તેને સ્વામિની માની લીધી. પછી તેણે પોતાની ધૂર્તતા દ્વારા એક શેઠ પાસેથી રત્નજડિત વીંટી મેળવી અને તેને વેચીને ખાદ્યસામગ્રી ખરીદી બધા ધૂર્તોને ભોજન કરાવ્યું. બધા ધૂર્તોએ તેની પ્રત્યુત્પન્નમતિની પ્રશંસા કરી અને સ્વીકાર કર્યો કે પુરુષો કરતાં સ્ત્રી વધુ બુદ્ધિશાળી હોય છે.
જૈન કાવ્યસાહિત્ય
આ ન્યાત્મક શૈલી દ્વારા લેખકે અસંભવ, મિથ્યા અને કાલ્પનિક વાતોનું નિરાકરણ કરી સ્વસ્થ, સદાચારી અને સંભવ આખ્યાનોની તરફ સંકેત કર્યો છે.
આ ધૂર્તાખ્યાનના કર્તા પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. તેમનો પરિચય આ ઈતિહાસના ત્રીજા ભાગમાં આપ્યો છે. આ કથાનો આધાર જિનદાસણ (૭મી સદીનો ઉત્તરાર્ધ)કૃત નિશીથચૂર્ણિ જણાય છે. ત્યાં આ ધૂર્તોની કથા લૌકિક મૃષાવાદ રૂપે આપવામાં આવી છે, તેને હિરભદ્રે એક વિશિષ્ટ વ્યંગ્ય-ધ્વન્યાત્મક શૈલી દ્વારા વિકસાવીને રજૂ કરી છે. હરિભદ્રના પુષ્ટ વ્યંગ્ય અને ઉપહાસ આપણને પાશ્ચાત્ય લેખક સ્વિફ્રૂટ અને વોલ્ટેરનું સ્મરણ કરાવે છે. ભારતીય સાહિત્યાં વ્યંગ્ય મળે છે પરંતુ અવિકસિત અને મિશ્ર રૂપમાં. હરિભદ્રની આ કૃતિ તેનાથી ઘણી જ આગળ છે. તેના આદર્શ ઉપર પરવર્તી અનેક રચનાઓ થઈ છે, જેમકે અપભ્રંશ ધર્મપરીક્ષા (હરિષણ અને શ્રુતકીર્તિ) અને સંસ્કૃત ધર્મપરીક્ષા (અમિતગતિ). એક અન્ય સંસ્કૃત ધૂર્તાખ્યાનનો ઉલ્લેખ મળે છે, તે ઉક્ત રચનાનું રૂપાન્તર છે.
ધર્મપરીક્ષાકથા – ધૂર્તાખ્યાનની વ્યંગ્યાત્મક શૈલીના રૂપમાં પ્રાકૃત અને સંસ્કૃતમાં ધર્મપ૨ીક્ષા નામની અનેક કૃતિઓ રચાઈ. તેમાં કેટલીકને છોડી અધિકાંશ નાનીમોટી
૧. ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્યે, ધૂર્તાખ્યાન ઈન ધ નિશીથચૂર્ણિ, આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ, મુંબઈ, ૧૯૫૬
૨. જિનરત્નકોશ, પૃ. ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org