________________
કથાસાહિત્ય
પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે પ્રદ્યુમ્નસૂરિ ચન્દ્રગચ્છના હતા. ગૃહસ્થ અવસ્થામાં તેમના પિતા અને માતાનું નામ કુમારસિંહ અને લક્ષ્મી હતું. ગ્રન્થના આદિમાં તેમણે પોતાની ગુરુપરંપરા આપી છે, તે ઉપરથી જાણવા મળે છે કે તેમનું સામાન્ય શિક્ષણ કનકપ્રભસૂરિ પાસે થયું હતું. તે ઉપરાંત નરચન્દ્ર મલધારીએ તેમને ઉત્તરાધ્યયનનો, વિજયસેને ન્યાયનો તથા પદ્મચન્દ્રે આવશ્યકસૂત્રનો અભ્યાસ કરાવ્યો હતો.૧
પ્રદ્યુમ્નસૂરિ ભારે મોટા આલોચક વિવેચક વિદ્વાન જણાય છે કારણ કે તેમણે કેટલીક કૃતિઓનું સંશોધન અને પરિષ્કાર કર્યો છે. તેમણે સંશોધિત કરેલી કૃતિઓનો ઉલ્લેખ પ્રસંગે પ્રસંગે કર્યો છે.
ધૂર્તાખ્યાન આચાર્ય હરિભદ્રે ધર્મકથાના એક અદ્ભુત રૂપનો આવિષ્કાર કર્યો છે, તે ધૂર્તાખ્યાનના રૂપમાં પ્રગટ થયું છે, ધૂર્તાખ્યાન ભારતીય કથાસાહિત્યમાં વિચિત્ર કૃતિ છે. તેમાં ખૂબ જ વિનોદાત્મક રીતે રામાયણ, મહાભારત અને પુરાણોનાં અતિરંજિત ચરિત્રો અને કથાનકો ઉપર વ્યંગ કરીને તેમને નિરર્થક સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રચના પ્રચુર હાસ્ય અને વ્યંગ્યથી પરિપૂર્ણ છે. તેમાં લગભગ ૪૮૦ પ્રાકૃત ગાથાઓ છે. તે પાંચ આખ્યાનોમાં વિભક્ત છે. આ સંપૂર્ણ કૃતિ સરળ પ્રાકૃતમાં રચાઈ છે.
કથાવસ્તુ – ઉજ્જૈનીના ઉદ્યાનમાં ધૂર્તવિદ્યામાં પ્રવીણ પાંચ ધૂર્ત પોતાના સેંકડો અનુયાયીઓ સાથે સંયોગવશ ભેગા થયા. પાંચ ધૂર્તોમાં ચાર પુરુષ હતા અને એક સ્ત્રી. વરસાદ સતત પડતો હતો અને ખાવાપીવાની જોગવાઈ કરવી મુશ્કેલ જણાતી હતી. પાંચે દળોના નાયકોએ વિચારવિમર્શ કર્યો. તેમાંથી પ્રથમ મૂળદેવે પ્રસ્તાવ મૂક્યો કે આપણે પાંચે જણે પોતપોતાના અનુભવની કથા કહી સંભળાવવી. તેને સાંભળી બીજાઓ પોતાના કથાનક દ્વારા તેને સંભવ દર્શાવે. જે એવું ન કરી શકે અને આખ્યાનને અસંભવ જણાવે તે તે દિવસે બધા ધૂર્તોના ભોજનનો ખર્ચ ઉપાડે. મૂલદેવ, કંડરીક, એલાષાઢ, શશ નામના ધૂર્તરાજોએ પોતપોતાના
૨૭૧
-
૧. ૧. ૨૨-૨૫
૨. જિનરત્નકોશ, પૃ. ૧૮; સિંઘી જૈન ગ્રન્થમાલા (સં.૧૫), મુંબઈ, ૧૯૪૪; આના ઉપ૨ ડૉ. ઉપાધ્યેની અંગ્રેજી પ્રસ્તાવના ખાસ કરીને જોવી જોઈએ.
Jain Education International
૩. મૂલદેવ અને શશ એકદમ કાલ્પનિક નામો નથી. મૂલદેવને ચૌરશાસ્ત્રનો પ્રવર્તક માનવામાં આવે છે અને ‘ચતુર્ભાણી'માં શશનો ઉલ્લેખ મૂળદેવના મિત્ર તરીકે મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org