________________
કથાસાહિત્ય
આ ગાથાઓના સંબંધમાં કહેવામાં આવે છે કે તે હરિભદ્ર(કર્તા)ના ગુરુએ હરિભદ્રને એક પ્રસંગમાં ઉત્પન્ન ક્રોધનું શમન કરવા માટે મોકલી હતી, તેમને આધાર બનાવી હિરભદ્રે સમરાઈચ્ચકહાનું સર્જન કર્યું. સત્ય જે હો તે પરંતુ આ ગાથાઓના પ્રાચીન સ્રોતની ભાળ મળતી નથી, તેમ છતાં તેમની વ્યાખ્યારૂપે જે ભવ્ય કથાપ્રાસાદને ઊભો કરવામાં આવ્યો છે તે ભવ્ય અને અદ્ભુત છે. તેમાં સમાજના વિભિન્ન વર્ગો – હજામ, ધોબી, ચમાર, માછીમાર, પારધી, ચાંડાલથી શરૂ કરી બ્રાહ્મણ, ક્ષત્રિય (ઠાકુર), વૈશ્ય (વેપારી અને સાર્થવાહ)નાં જીવંત ચિત્રો જોવા મળે છે અને એ ચિત્રોમાં ભારતની મધ્યકાલીન સંસ્કૃતિનું ઉદાત્ત અને ભવ્ય રૂપ પણ.૧
―
૨૬૯
કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ (વિ.સં.૭૫૭૮૨૩) છે. તેમનો પરિચય અને તેમની રચનાઓનું વિવરણ આ ‘જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ'ના ત્રીજા ભાગમાં આપવામાં આવ્યાં છે.
આ કથાનકના સંગઠનમાં હરિભદ્રસૂરિએ પૂર્વવર્તી રચનાઓ વસુદેવહિંડી, ઉવાસગદસાઓ, વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન, નાયાધમ્મકહાઓ વગેરે જૈનગ્રંથોની તથા મહાભારત, અવદાન સાહિત્ય અને ગુણાચની બૃહત્કથા વગેરે જૈનેતર સાહિત્યની સહાયતા લીધી છે અને પોતાની કલ્પનાશક્તિ અને સંવેદનશીલતાથી સમરાઈચ્ચકહાને સરસ અને પ્રભાવોત્પાદક બનાવેલ છે.
પરવર્તી કથાકારોને આ કથાગ્રન્થે બહુ જ પ્રભાવિત કર્યા છે. કુવલયમાલાના સર્જક ઉદ્યોતનસૂરિએ તેનો ઉલ્લેખ ‘સમરમિયંકાકહા' નામથી કર્યો છે.
આ કૃતિ ઉપર સં. ૧૮૭૪માં ક્ષમાકલ્યાણ અને સુમતિવર્ષને ટિપ્પણી લખી છે. આ ટિપ્પણી પ્રાયઃ સંસ્કૃત છાયા રૂપ છે.
૩
૧. આના માટે જુઓ ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, હરિભદ્ર કે પ્રાકૃત કથાસાહિત્ય કા આલોચનાત્મક પરિશીલન, નવમું પ્રકરણ; ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ.
૩૯૪-૪૧૧
૨. નો ફજીર્ મવિરહૈં, મળવાનું જો ન અંધશ્ મુયો ।
समयसयसत्थकुसलो समरमियंका कहा जस्स ॥
પ્રેમી અભિનન્દન ગ્રન્થમાં મુનિ પુણ્યવિજયજીનો લેખ : આચાર્ય હરિભદ્રસૂરિ ઔર ઉનકી સમરમિયંકાકહા
૩. જિનરત્નકોશ, પૃ. ૪૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org