________________
૨૬૮
કા૨ણે અગ્નિશર્માનું ઉત્તરોત્તર અધઃપતન થતું રહ્યું જ્યાં સુધી તેને અન્તે ‘અહો! તેની મહાનુભાવતા' એ ભાવ દ્વારા આત્મબોધ ન થયો.
અગ્નિશર્માની બદલાની ભાવનાનો ક્રમ આઠ માનવભવો સુધી ચાલતો રહ્યો. તે બન્ને આગળના ભવોમાં ક્રમશઃ (૧) પિતા-પુત્ર રૂપે સિંહ-આનન્દ, (૨) પુત્રમાતા રૂપે શિખિ-જાલિની, (૩) પતિ-પત્ની રૂપે ધન-ધનશ્રી, (૫) સહોદરોના રૂપે જય-વિજય, (૬) પતિ-પત્ની રૂપે ધરણ-લક્ષ્મી, (૭) પિતરાઈ ભાઈઓના રૂપમાં સેન-વિષેણ, (૮) રાજકુમાર ગુણચન્દ્ર અને વાનમન્તર વિદ્યાધર અને અન્તે (૯) સમરાદિત્ય અને ગિરિસેન થયા.
આ નવ ભવોમાં (પ્રકરણોમાં) અનેક અવાન્તર કથાઓ આપી છે : પ્રથમ ભવમાં વિજયસેન આચાર્યની, બીજામાં અમરગુપ્ત-ધર્મઘોષ અવધિજ્ઞાનીની, ત્રીજામાં વિજયસિંહ આચાર્યની, ચોથામાં યશોધર-નયનાવલીની, પાંચમામાં સનન્કુમારની, છઠ્ઠામાં અર્હત્તની, સાતમામાં કેવલી સાધ્વીની, આઠમામાં વિજયધર્મની તથા નવમામાં પાંચ અવાન્તરકથાઓ આપી છે જેમનું પ્રયોજન જન્મજન્માન્તરનાં કર્મફળોનું વિવેચન કરવાનું છે.
આ કૃતિની અવાન્તર કથાઓ પરવર્તી અનેક રચનાઓનું ઉપજીવ્ય બની છે. ચોથા ભવની અવાન્તર કથા યશોધર ઉપર તો ૨૪થી વધુ પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કાવ્યો રચાયાં છે.
પ્રારંભમાં ગ્રંથકારે પોતાની કથાના સ્રોત તરીકે પ્રાપ્ત આઠ↑ સંગ્રહણી ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમાંની ત્રણ નીચે પ્રમાણે છે :
જૈન કાવ્યસાહિત્ય
गुणसेन - अग्गिसम्मा सीहा-णंदा य तह पिआ - पुत्ता ।
સિન્નિ-નાતિળી માફ-સુઓ, થળ-ધરમતિઓ ય પડ઼-મન્ના || || जय-विजया य सहोअर, धरणो लच्छी य तह पई-भज्जा । મેળ-વિસેન વિત્તિગ, કત્તા નમિ સત્તમર્ ॥ ૨॥ गुणचन्द- - वाणमन्तर समराईच्च गिरिसेण पाणोय । एगस्स तओ मुक्खो, णंतो अण्णस्स संसारो ॥ ३ ॥
૧. આ ગાથાઓમાં નાયક-પ્રતિનાયકના નવ માનવભવાન્તરોનાં નામ, તેમનો સંબંધ, તેમની નિવાસનગરીઓ અને માનવભવોમાં મરણ પછી પ્રાપ્ત સ્વર્ગ-નરકોનાં નામ આપ્યાં છે. આ ગાથાઓ કથાનકની રૂપરેખા જેવી લાગે છે અને ગ્રંથકારે પોતે જ લખી હોવાની સંભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org