________________
કથાસાહિત્ય
૨૬૩
કર્તા અને રચનાસમય – ૨૪મા તંભના અંતે પ૧ પદ્યોમાં ગુરુપટ્ટાનુક્રમ આપ્યો છે અને તેના પછી ૩૪ પદ્યોની મોટી પ્રશસ્તિ આપી છે. ગુરુપટ્ટાનુક્રમમાં સુધર્મા સ્વામીથી શરૂ કરી પોતાના સમય સુધીની ગુરુપરંપરા આપી છે અને તપાગચ્છની ઉત્પત્તિ ઉપર પ્રકાશ ફેંક્યો છે. ત્યાર પછી તપાગચ્છની પટ્ટાવલી આપી છે, તેમાંથી જાણવા મળે છે કે કર્તા વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય હતા. તેમનું નામ વિજયલક્ષ્મી હતું અને તેમણે આ કૃતિ ઉપર પ્રેમવિજય આદિ મુનિઓના અભ્યાસ માટે ઉપદેશસંગ્રહ નામની વૃત્તિ લખી હતી, તે વૃત્તિ સં. ૧૮૪૩માં સમાપ્ત થઈ હતી. પટ્ટાવલીપરાગમાં પૃષ્ઠ ૨૦૬ ઉપર આપવામાં આવેલી તપાગચ્છાન્તર્ગત વિજયાનન્દસૂરિગચ્છપરંપરામાં તેમનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. સિરોડી અને હણાદરા વચ્ચે આવેલા પાલડી ગામમાં સં. ૧૭૯૭માં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ હેમરાજ અને માતાનું નામ આનંદીબાઈ હતું. સં. ૧૮૧૪માં નર્મદા તટ ઉપર આવેલા સિનોરમાં દીક્ષા, તે જ વર્ષે સૂરિપદ અને સં. ૧૮૫૮માં સૂરતમાં સ્વર્ગવાસ થયો હતો.
ધર્મકથા – સંસ્કૃતમાં લખાયેલો આ કથાગ્રન્થ બૃહત્ છે. તેમાં નાનીમોટી ૧૫ કથાઓ આપવામાં આવી છે. તેમાં સીતાચરિત્રમહાકાવ્ય ૪ સર્ગોમાં વર્ણિત છે, તેના પપ૬ શ્લોક છે. અન્ય ચરિત્રોમાં અસત્ય ભાષણ ઉપર ઋષિદત્તાકથા (૪૮૫ શ્લોક), સમ્યક્ત ઉપર વિક્રમસેનકથા (૨૩૩ શ્લોક) અને વજકર્ણકથા (૯૯ શ્લોક), જીવદયા ઉપર દામન્નકકથા (૧૦૪ શ્લોક), સત્યવ્રત ઉપર ધનશ્રીકથા, ચોરી ઉપર નાગદત્તકથા, બ્રહ્મચર્ય ઉપર ગજસુકુમાલકથા, પરિગ્રહપરિમાણ ઉપર ચારુદત્તકથા, રાત્રિભોજન ઉપર વસુમિત્રકથા, દાન ઉપર કૃતપુણ્યકથા, શીલ ઉપર નર્મદાસુન્દરીકથા (૨૦૫ શ્લોક) અને વિલાસવતીકથા (પર૨ શ્લોક), તપ ઉપર દઢપ્રહારિકથા અને ભાવના ઉપર ઈલાતીપુત્રકથા આપવામાં આવી છે.
કર્તા યા સંગ્રહકર્તાનું નામ અજ્ઞાત છે પરંતુ પ્રશસ્તિમાં રચનાસંવત્ ૧૩૩૯ (દ્વિતીય કાર્તિક વદી) આપવામાં આવ્યો છે.
એકાદશગણધરચરિત – આનો ગ્રન્યાગ્ર ૬૫૦૦ શ્લોકપ્રમાણ છે. આમાં મહાવીરના અગીઆર ગણધરોની કથાઓ સંકલિત છે. તેની રચના ખરતરગચ્છના દેવમતિ ઉપાધ્યાયે કરી છે.
૧. ૫. કલ્યાણવિજયગણિકૃત ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૮; પાટણ ગ્રન્થભંડાર સૂચી, ભાગ ૧, ૧૭૫-૧૭૬. ૩. જિનરત્નકોશ, પૃ. ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org