________________
કથાસાહિત્ય
૨૬૧
કર્તા અને રચનાકાળ – આની રચના મુનિસાગર ઉપાધ્યાયના શિષ્ય ઉદયધર્મે આનન્દરસૂરિના પટ્ટકાળમાં કરી હતી. આનન્દરત્ન આગમગચ્છીય આનન્દપ્રભના પ્રશિષ્ય અને મુનિરત્નના શિષ્ય હતા. મુનિસાગરના શિષ્ય ઉદયધર્મ વિશે તથા પટ્ટધર આનન્દરત્ન વિશે સાહિત્યિક તેમજ પટ્ટાવલીઓના આધારે માહિતી મેળવવા પ્રયત્ન કરવા છતાં કોઈ માહિતી મળી શકી નથી એટલે રચનાકાળ વિશે કહેવું મુશ્કેલ છે. જર્મન વિદ્વાન વિન્ટરનિટ્સનું અનુમાન છે કે તે ૧૫મી સદીના કે તે પછીના ગ્રન્થકર્તા છે.
કલ્પદ્રુમ નામની અન્ય રચનાઓ પણ મળે છે. તેમાંથી બે અજ્ઞાતકર્તક છે, એકનું નામ વીરદેશના પણ છે. અન્ય બેમાંથી એકના રચનાર પૂર્ણિમાગચ્છીય ધર્મદેવ છે અને તેમણે કૃતિને સં. ૧૬૬૭માં રચી હતી. બીજી રચનાનું નામ પરિગ્રહપ્રમાણ છે અને તે એક લઘુ પ્રાકૃત કૃતિ છે. તેના કર્તા ધવલસાર્થ (શ્રાદ્ધ – શ્રાવક) છે.
દાનપ્રકાશ – આ કથાગ્રન્થ આઠ પ્રકાશોમાં વિભક્ત છે. તેનો ગ્રન્યાગ્ર ૩૪૦ શ્લોકપ્રમાણ છે. તેમાં વસતિદાન ઉપર કુરચન્દ્ર-તારાચંન્દ્રકૃપકથા (૧ પ્ર.), શપ્યાદાન ઉપર પધાકર શેઠની કથા (૨ પ્ર.), આસનદાન ઉપર કરિરાજમહીપાલની કથા (૩ પ્ર.), ભક્તદાન ઉપર કનકરથની કથા (૪ પ્ર.),પાણીદાન ઉપર ભદ્રઅતિભદ્ર નૃપની કથા (પ પ્ર.), ઔષધિદાન ઉપર રેવતીની કથા (૬ પ્ર.), વસ્ત્રદાન ઉપર ધ્વજભુજંગની કથા (૭ પ્ર.), પાત્રદાન ઉપર ધનપતિની કથા (૮ પ્ર.) આપવામાં આવી છે. , કર્યા અને રચનાકાળ – કૃતિના અંતે ચાર શ્લોકની પ્રશસ્તિ આપવામાં આવી છે. તે ઉપરથી જાણવા મળે છે કે તેની રચના તપાગચ્છના વિજયસેનસૂરિના પ્રશિષ્ય સોમકુશલગણિના શિષ્ય કનકકુશલગાણએ સં. ૧૬૫૬માં કરી હતી. કનકકુશલની અન્ય કૃતિઓ પણ મળે છે – જિનસ્તુતિ (સં. ૧૬૪૧), કલ્યાણમન્દિરસ્તોત્રટીકા, ભક્તામરસ્તોત્રટીકા, ચતુર્વિશતિસ્તોત્રટીકા, પંચમીસ્તુતિ (ચારે સં. ૧૬૫૨), વિશાલલોચનસ્તોત્રવૃત્તિ (સં.૧૯૫૩), સકલાસ્તિોત્રટીકા
૧. વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૮-૧૮૯. ૩. બન્ને પ્રકાશિત. ૪. સ્તુતિસંગ્રહમાં મહેસાણાથી સન્ ૧૯૧૨માં પ્રકાશિત. ૫. અપ્રકાશિત. ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનાં પ્રથમ ૨૬ પદ્યો ઉપર ટીકા, જૈન આત્માનન્દ સભા,
ભાવનગરથી ૧૯૪રમાં પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org